– એફડીઆઈના નિયમોના ભંગ બદલ ફેમા હેઠળ પગલાં
– મિંત્રાએ રીટેલ વેપારને જથ્થાબંધ બતાવવા વેક્ટર ઇ-કોમર્સ નામની કંપની બનાવ્યાનો આરોપ
નવી દિલ્હી : ફ્લિપકાર્ટ સમર્થિત ઇ કોમર્સ પ્લેટફોર્મ મિંત્રા, તેની સંબધિત કંપનીઓ અને નિર્દેશકો વિરુદ્ધ ૧૬૫૪ કરોડ રૂપિયાથી વધુના કથિત એફડીઆઇ ભંગ માટે ફેમાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમ ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
સંઘીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ફરિયાદ તેના બેંગાલુરુ ક્ષેત્રીય કાર્યાલય દ્વારા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની કલમ ૧૬(૩) હેઠળ દાખલ કરવામાં આવી હતી.