Rahul Gandhi on Cast census: દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં રાહુલ ગાંધીએ ફરી એકવાર જાતિ આધારિત વસતી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો છે. કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘દલિતો અને આદિવાસીઓની સમસ્યાઓ સમજવી સરળ છે, પરંતુ OBC વર્ગના મુદ્દાઓ અને સમસ્યાઓને સમજવી ખૂબ જ મુશ્કેલ છે. જાતિ આધારિત વસતી ગણતરી ન કરવી એ અમારી ભૂલ હતી, પરંતુ હવે અમે સમયસર અમારી ભૂલ સુધારી રહ્યા છીએ.’
OBC નું રક્ષણ ન કરવા બદલ દુઃખ વ્યક્ત કર્યું
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું 2004 થી રાજકારણમાં છું અને આજે જ્યારે પણ હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે મને લાગે છે કે મેં ઘણી ભૂલો કરી છે. સૌથી મોટી ભૂલ OBC વર્ગને લઈને થઈ છે. મેં OBC વર્ગના લોકોનું રક્ષણ એ રીતે કર્યું નથી જે રીતે મારે કરવું જોઈએ. કારણ કે હું OBC વર્ગની સમસ્યાઓ અને મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજી શક્યો નથી. જો મને OBC વર્ગના ઇતિહાસ, સંઘર્ષ, મુદ્દાઓ અને સમસ્યાઓ વિશે ખબર હોત, તો મેં જાતિ આધારિત વસતી ગણતરી કરાવી હોત. ભૂલ કોંગ્રેસ પાર્ટીની નથી, પણ મારી છે અને હવે હું મારી ભૂલ સુધારવા જઈ રહ્યો છું.’
આ પણ વાંચો: ‘ઈન્ડિયા આઉટ’નો નારો લગાવનારા માલદિવ્સમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, 20 જ મહિનામાં કેવી રીતે બદલાયા પાસા
ઉદ્દેશ્ય OBC ને સન્માન આપવાનો છે
રાહુલ ગાંધીએ OBC વર્ગને દેશની ઉત્પાદક શક્તિ ગણાવી અને કહ્યું કે, ‘મારો ઉદ્દેશ્ય દેશની આ શક્તિને સન્માન આપવાનો છે. તેલંગાણા જાતિ વસતી ગણતરીના ડેટા અનુસાર, તેલંગાણામાં કોઈ પણ OBC, દલિત કે આદિવાસીને કરોડોના કોર્પોરેટ પેકેજ મળ્યા નથી. તેઓ ફક્ત MNREGAની કતારોમાં ઉભા છે. હું આ લોકોને સન્માન આપવા અને તેમનો ઉન્નતિ કરવા માંગું છું.’