– આરોગ્યની ટીમો દ્વારા 2,224 ક્લોરિન ટેબ્લેટ અને 51 ઓઆરએસ પાવડરનું વિતરણ
– પાણીની લાઈનમાં 11 લિકેજ પૈકી હજુ બે રિપેર કરવાના બાકી : તંત્રની ઢીલી કામગીરીથી કમળાનો રોગચાળો વકર્યાનો સ્થાનિકોનો આક્ષેપ
આણંદ : પેટલાદ તાલુકાના ચાંગા ગામને કમળાના રોગે ભરડો લીધો છે. ત્યારે આજે વધુ ૩ કેસ સાથે દર્દીઓની સંખ્યા ૨૪ સુધી પહોંચી છે. પીવાના પાણીની લાઈનમાં ૧૧ લિકેજ પૈકી હજૂ બે લિકેજ રિપેર કરવાના બાકી છે. ત્યારે તંત્રની ઢીલી કામગીરીના કારણે કમળાનો રોગચાળો વધુ ફેલાઈ રહ્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.