– વિરમગામ તાલુકાના ભાવડા ગામમાં
– સ્થળ પરથી રોકડ રૂ. 10,080 સહિતનો મુદ્દામાલ જપ્ત
વિરમગામ : વિરમગામ તાલુકાના ભાવડા ગામમાં રહેણાંક મકાન પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને વિરમગામ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ રોકડ રૂ.૧૦,૦૮૦ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
વિરમગામ ગ્રામ્ય પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ભાવડા ગામમાં રહેતા પ્રતાપજી જૂહાજી ઠાકોરના ઘરના આંગણામાં પાસે દરોડો પાડયો હતો. જ્યાં લાઈટના અજવાળે જુગાર રમતા પ્રતાપજી જુહાજી ઠાકોર, નાનજીભાઈ રૂપાજી ઠાકોર, કેશાજી રૂપાજી ઠાકોર (તમામ રહે.ભાવડા ગામ, તા. વિરમગામ) દશરથજી ઠાકોર, રાજુજી શંકરજી ઠાકોર, વિરમજી રામજીજી ઠાકોર (તમામ રહે.પનાર ગામ, તા.દેત્રોજ)ને જુગાર રમતા ઝડપી પાડયા હતા. પોલીસે તમામ શખ્સોની અંગઝડતીમાંથી રૂ.૧૦,૦૮૦ અને દાવ ઉપરથી ૨,૫૦૦ મળી કુલ રૂ.૧૨,૫૮૦ના રોકડ જપ્ત કરી આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.