રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યંત્રીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી
વીજળીનો તાર પડતા કરંટ લાગવાની અફવા બાદ ધક્કામુક્કી થઇ હતી, મૃતકોમાં બાળકો-વૃદ્ધોનો સમાવેશ
હરિદ્વાર: ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા પ્રખ્યાત મનસા દેવી મંદિરે ધક્કામુક્કીમાં આઠ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૩૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. શ્રદ્ધાળુઓ મંદિર તરફ જઇ રહ્યા હતા ત્યારે અચાનક જ તેમના પર વીજળીનો તાર પડવાની અફવા ફેલાઇ હતી, જેને પગલે બાદમાં તમામ શ્રદ્ધાળુઓ જીવ બચાવવા માટે ધક્કામુક્કી કરીને ભાગવા લાગ્યા. આ નાસભાગમાં આઠ લોકોએ જીવ ગૂમાવ્યો છે જ્યારે અન્ય ૩૫થી વધુ લોકો ઘાયલ થઇ ગયા છે. જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલો છે.