Maharashtra Girl Dies: મહારાષ્ટ્રના ધુલેનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં 8 વર્ષીય ડિમ્પલ વાનખેડે નામની બાળકીના મોંમાં ફુગ્ગો ફાટી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. તેના મોઢામાં ફુગ્ગો ફૂટ્યા બાદ તેનું રબર બાળકીની શ્વાસનળીમાં ફસાઈ ગયું હતું. આ દરમિયાન લાંબા સમય સુધી તેનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ પણ લઈ જવાઈ હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
બાળકીના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
અહેવાલો અનુસાર, ધુલેના યશવંત નગર વિસ્તારમાં રહેતી ડિમ્પલ વાનખેડે ફુગ્ગો ફુલાવી રહી હતી, ત્યારે તે જોરદાર ધડાકા સાથે ફાટ્યો અને તેના ટુકડા બાળકીના ગળામાં ફસાઈ ગયા. જેના કારણે તે શ્વાસ લઈ શકતી ન હતી અને તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. જ્યારે પરિવારજનોએ જોયું કે ડિમ્પલને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, ત્યારે તેઓ તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ તપાસ બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ લહેરાયો છે.
આ પણ વાંચો: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, ગરમી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ડિમ્પલના આકસ્મિક મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. નિષ્ણાતો કહે છે કે નાના બાળકોને ફુગ્ગા જેવા રમકડાં સાથે સાવધાની સાથે રમવા દેવા જોઈએ, કારણ કે તે તેમના માટે ખતરનાક સાબિત થઈ શકે છે.