Kailash Mansarovar Yatra : પાંચ વર્ષ પછી કૈલાશ માનસરોવર યાત્રા ફરી એકવાર શરુ થવા જઈ રહી છે. આ યાત્રા માટે શ્રદ્ધાળુઓ ઓનલાઈન અરજી કરી શકે છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અરજી કરવાની છેલ્લી તારીખ 13 મે 2025 છે. પહેલી યાત્રા લિપુલેખના માર્ગે 30 જૂને નવી દિલ્હીથી શરુ થશે. દર વર્ષે આશરે 900 ભારતીય શ્રદ્ધાળુઓ કૈલાશ માનસરોવરની યાત્રા કરે છે.