
India-Pakistan Tension: પાકિસ્તાન વધુ એક વખત પોતાની નાપાક હરકતો કરતું નજરે પડી રહ્યું છે. પાકિસ્તાને ગઈકાલ(8 મે)ની માફક આજે(9 મે)ની રાત્રે પણ જમ્મુ, પોખરણ સહિતના સરહદ વિસ્તારમાં સતત ગોળીબાર અને ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યાના સમાચાર મળી રહ્યા છે. જોકે ભારતીય સેનાએ એર ડિફેન્સ સિસ્ટમની મદદથી તમામ ડ્રોન તોડી પડાયા હોવાની પણ માહિતી મળી રહી છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના સરહદ વિસ્તારોમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કરાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.