– રાજ્યમાં એકમાત્ર અન્નપૂર્તિ મશીન, જ્યાં લાઈનમાં ઉભા રહ્યાં વિના તુરંત મળી જાય છે અનાજ
– શહેર-જિલ્લાના કોઈપણ રેશનકાર્ડધારકો 24 કલાકમાં ગમે ત્યારે ઘઉં-ચોખાનો જથ્થો વિનામૂલ્યે મેળવી શકે છે
ભાવનગર : સરકારી અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ, પારદર્શક બને તે આશય સાથે ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અનાજનું એટીએમ કાર્યરત કરવામાં આવ્યું છે. જેના થકી પાછલા ૧૦ માસમાં ૧૬ હજારથી વધુ લાભાર્થીએ ચાર લાખથી વધુ અન્ન મેળવ્યું છે.
શહેરના કરચલિયા પરા, આગરિયાવાડ વિસ્તારમાં ગત સપ્ટેમ્બર માસમાં રાજ્યના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અન્નપૂર્તિ મશીન (ગ્રેઈન એટીએમ) મુકવામાં આવ્યું છે. રાજ્યના એકમાત્ર અન્નપૂર્તિ મશીનમાંથી લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં-ચોખાના જથ્થાનું આધાર આધારિત બાયોમેટ્રિક પધ્ધતિથી વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં અનાજના એટીએમ (એની ટાઈમ અનાજ)માંથી ૧૬,૧૫૩ લાભાર્થીએ લાભ લઈ કુલ ૪,૧૭,૮૯૯ કિલો ઘઉં અને ચોખાનો જથ્થો મેળવ્યો છે. મે-જૂન અને જુલાઈ-ઓગસ્ટ મહિનાના અનાજના જથ્થાનું એકી સાથે વિતરણ કરવામાં આવ્યું હતું.
અનાજના એટીએમનો કોઈપણ રેશનકાર્ડધારકો ૨૪ કલાકમાં ગમે ત્યારે ઉપયોગ કરી ઘઉં-ચોખાનો જથ્થો વિનામૂલ્યે મેળવી શકે છે. અહીં રેશનકાર્ડધારકોને અગવડતા ન પડે તે માટે સ્ટાફ પણ મુકવામાં આવ્યો છે. ગ્રેઈન એટીએમના કારણે લોકોને રેશનશોપની લાંબી લાઈનોની ઝંઝટમાંથી મુક્તિ મળે છે અને લાઈનમાં ઉભા રહ્યાં વિના તુરંત સરકારી અનાજ મળી જાય છે.
ગ્રેઈન એટીએમમાંથી અનાજનું થયેલું વિતરણ
માસ |
લાભાર્થી |
ઘઉં |
ચોખા |
સપ્ટેમ્બર-૨૪ |
૮૯૩ |
૭,૨૪૫ |
૧૦,૭૭૯ |
ઓક્ટોબર-૨૪ |
૭૯૯ |
૬,૭૮૮ |
૧૦,૧૧૪ |
નવેમ્બર-૨૪ |
૮૬૪ |
૧૧,૨૪૦ |
૭,૫૮૬ |
ડિસેમ્બર-૨૪ |
૧,૧૯૭ |
૧૬,૦૦૩ |
૧૦,૭૨૨ |
જાન્યુઆરી-૨૫ |
૨,૧૧૪ |
૨૧,૬૩૩ |
૨૧,૩૫૩ |
ફેબુ્રઆરી-૨૫ |
૨,૦૫૧ |
૧૭,૮૩૧ |
૧૭,૭૭૫ |
માર્ચ-૨૫ |
૧૮૩૨ |
૧૬,૨૨૮ |
૨૪,૨૮૬ |
એપ્રિલ-૨૫ |
૨૦૨૮ |
૧૮,૧૨૨ |
૨૭,૦૧૭ |
મે-જૂન-૨૫ |
૨૨૩૪ |
૩૭,૮૦૪ |
૫૨,૬૩૭ |
જુલાઈ-ઓગ.-૨૫ |
૨૧૪૧ |
૪૯,૪૭૮ |
૩૩,૨૫૮ |
કુલ |
૧૬,૧૫૩ |
૨,૦૨,૩૭૨ |
૨,૧૫,૫૨૭ |