– સોનમર્ગ હુમલાના આતંકી સહિત બેનાં પણ એન્કાઉન્ટર
– માર્યો ગયેલો માસ્ટરમાઇન્ડ મુસા પાક. સૈન્યમાં કમાન્ડો હતો પછી તોયબામાં જોડાઇને ભારતમાં ઘૂસ્યો હતો
– ડ્રોન, થર્મલ ઇમેજિંગની મદદથી સર્ચ ઓપરેશન કરાયું એન્કાઉન્ટર સ્થળેથી એકે-૪૭, ગ્રેનેડ, આઇઇડી જપ્ત
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં એપ્રીલ મહિનામાં જે આતંકી હુમલો થયો હતો તેનો માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તોયબાનો ટોચનો કમાન્ડર હાશિમ મુસા સૈન્યના એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.