ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક થયા બાદ
દાહોદની યુવતીના ફોટા પણ પાડી લઈ બ્લેકમેલ કરી અલગ અલગ હોટેલમાં લઈ જઈ દુષ્કૃત્ય કર્યું ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : દાહોદના લીમડી વિસ્તારમાં રહેતી યુવતીનો ઇન્સ્ટાગ્રામ ઉપર
ગાંધીનગરના યુવાન સાથે સંપર્ક થયા બાદ તેણીને લગ્નનું વચન આપી અવારનવાર શરીર સંબંધ
બાંધવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેણીને તારછોડીને અંગત પળોના ફોટા બતાવી
બ્લેકમેલ કરવામાં આવતી હતી. જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ
કરવામાં આવ્યો છે.
હાલના સોશિયલ મીડિયાના જમાનામાં યુવતીઓ યુવાનો વિશે કંઈ પણ
જાણ્યા વગર પ્રેમમાં પડી જતી હોય છે અને ત્યારબાદ તેમને સર્વસ્વા આપી દીધા બાદ
પછતાઓ થાય છે. આવી જ એક ઘટના ગાંધીનગરમાં બનવા પામી છે. જ્યાં મૂળ દાહોદ જિલ્લાના
લીમખેડા વિસ્તારના લીમડી ગામમાં રહેતી યુવતી બીએએમએસનો અભ્યાસ કરી રહી હતી તે
દરમિયાન ઇન્સ્ટાગ્રામ ઉપર ગાંધીનગરના યુવાન પાર્થ ધર્મેન્દ્રભાઈ દવેનો સંપર્ક થયો
હતો અને ત્યારબાદ તેણીને પ્રેમ અને લગ્નનું વચન આપ્યા બાદ ગાંધીનગરના ફ્લેટ ઉપર લઈ
જઈ શરીર સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત સરગાસણ કુડાસણ અને વડોદરાની હોટલોમાં લઈ જઈ
ઘણી વખત બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં ઉદેપુર અને વડોદરા જેવા
વિસ્તારોમાં ફરવા માટે લઈ જઈને તેણીના નગ્ન ફોટા અને વિડિયો પણ લઈ લેવામાં આવ્યા
હતા અને ત્યારબાદ તેણીને ધમકી આપવામાં આવી હતી કે જો તે તેની માંગણીઓનો સ્વીકાર
નહીં કરે તો આ ફોટા અને વિડીયો વાયરલ કરી દેશે. તેણીના ક્રેડિટ કાર્ડમાંથી ૩૫,૦૦૦ પણ આ યુવાન
દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા અને લગ્ન કરવાનું વચન આપી યુવતીની માતાને પણ મળ્યો
હતો. જોકે ત્યારબાદ તેણે લગ્ન કરવા માટે ઇન્કાર કરી દીધો હતો અને આ યુવતી પરિવાર
સાથે તેના ઘરે આવી ત્યારે આ યુવાન ઘર ખાલી કરીને જતો રહ્યો હોવાનું પણ જાણવા
મળ્યું છે. જોકે આ સમગ્ર ઘટના અંગે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને
વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.