પૂર્વનો યુવક કામ લઈને ચીફ ઓફિસર પાસે ગયો હતો ચીફ ઓફિસરની ચેમ્બરમાં તેણે ઝેરી દવા પી લીધી
કલોલ : શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતો યુવક પોતાનું કામ લઈને
નગરપાલિકા કચેરીમાં ગયો હતો ત્યાં તે ચીફ ઓફિસરને કામ માટે મળવા ગયો હતો ત્યારે
તેણે પોતાનું કામ થતું નથી અને જાતિ વિશે અપમાનિત કરવામાં આવે છે તેમ કહીને ઝેરી
દવા પી લીધી હતી ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી હતી યુવકને ગંભીર હાલતમાં
સારવાર હેઠળ કલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં
રહેતો દીપક બાબુભાઈ મકવાણા તેના મિત્ર પવન સુરેન્દ્રસિંહ રાજપૂત સાથે પોતાનું કામ
લઈને નગરપાલિકા કચેરીએ ગયો હતો અને તે ચીફ ઓફિસર પાસે પહોંચ્યો હતો જ્યાં તેણે
પોતાનું કામ થતું નથી અને પોતાની સાથે જાતિ વિશે અપમાનિત કરવામાં આવે છે તેમ કહીને
તેને પોતાના ખિસ્સામાં રહેલ ઝેરી દવાની બોટલ કાઢી હતી અને કોઈ કાંઈ સમજે તે પહેલા
તેણે ઝેરી દવા પી દીધી હતી ઝેરી દવા પી જતા યુવકની હાલત ખરાબ થઈ ગઈ હતી તેની તબિયત
લથડતા તેને સારવાર માટે તુરંત કલોલ ની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો યુવક
કોઈ સોસાયટીના આકારણીના કામ અર્થે ૧૫ દિવસથી નગરપાલિકામાં ધક્કા ખાઈ રહ્યો હતો પણ
તેનું કામ થતું ન હતું કામ થતું ન હોવાથી તે કંટાળી ગયો હતો અને તેની જાતિ વિશે પણ
અપમાનિત કરવામાં આવ્યો હતો તેથી તેણે ઝેરી દવા પી લીધી હતી આ બાબતે ચીફ ઓફિસરે
કહેલ કે યુવકે તેમની ચેમ્બરમાં ઝેરી દવા પી લીધી હતી તે સોસાયટીના આકારણીના કામ
માટે આવતો હતો પણ આકારણીના કામ અર્થે જરૃરી પુરાવા એણે આપ્યા ન હતા જેથી કામ થયું
ન હતું અને તેણે પોતાની જાતે જ ઝેરી દવા પી લીધી હતી..