– ‘ક’વર્ગની પાલિકાનો દરજ્જો આપ્યા બાદ ચૂંટણી પંચ દ્વારા 24 બેઠકો સાથેનું નવું સીમાંકન જાહેર
– પાલિકામાં 17,994 ની વસ્તીમાં વોર્ડ દીઠ સરેરાશ 2,999 ની વસ્તી : સ્ત્રી અનામત 12, અનુ.જાતિની 1 અને પછાત વર્ગ માટે 6 બેઠકોનો સમાવેશ
આણંદ, તારાપુર : આણંદ જિલ્લાના તારાપુરને નગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તારાપુરનું સીમાંકન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ૬ વોર્ડમાં ૨૪ બેઠકો ફાળવાઈ છે. આણંદ જિલ્લામાં સૌથી મોટી ગણાતી તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવા માટે ડિસેમ્બર-૨૦૨૪માં આણંદ જિલ્લા પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો. ઠરાવ રાજ્ય સરકારને મોકલાતા તા. ૩૧મી મે ૨૦૨૫ના રોજ ગેજેટ બહાર પાડીને તારાપુરને ‘ક’ વર્ગની નગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો.
તારાપુર ગ્રામ પંચાયતમાં અગાઉ ૧૯ વોર્ડ હતા. ત્યારે પાલિકાના નવા સીમકન મુજબ કુલ છ વોર્ડની રચના કરાઈ છે. જ્યારે નગરસેવકોની સંખ્યા ૨૪ રાખવામાં આવી છે. ૨૦૧૧ની ગણતરી પ્રમાણે તારાપુર પાલિકાની કુલ ૧૭,૯૯૪ વસ્તી જાહેર કરાઈ છે. ત્યારે વોર્ડ દીઠ સરેરાશ ૨,૯૯૯ વસ્તી ગણાઈ છે.
તારાપુર પાલિકામાં ૧૨ બેઠકો મહિલા માટે અનામત, એસસી-એસટીની ૧, પછાત વર્ગની ૬ અને સામાન્ય વર્ગની ૮ બેઠકો જાહેર કરાઈ છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના સીમાંકન બાદ હવે તારાપુર નગરપાલિકાનું સીમાંકન જાહેર કરી દેવાયું છે. ત્યારે આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાની ચૂંટણીઓ યોજવા સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે દિવાળી પછી તમામ નગરપાલિકાની ચૂંટણીઓ સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવા જાહેર કરાયેલા સીમાંકન સંદર્ભે કોઈ નાગરિકોને વાંધા સૂચન અથવા અન્ય કોઈ બાબતે વાંધો હોય તો નવા સીમાંકન પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં લેખિતમાં રાજ્ય ચૂંટણી પંચને જણાવવાનું રહેશે. વાંધા અરજીઓ બાદ આખરી સીમાંકન જાહેર કરવામાં આવશે. ત્યારબાદ મતદારયાદી સંદર્ભે કામગીરી શરૂ થશે.
વોર્ડદીઠ અનુ. જાતિની વસ્તી અને ટકાવારી
વોર્ડ નં. |
વોર્ડની |
અનુ |
વસ્તી |
|
વસ્તી |
વસ્તી |
ટકાવારી |
૫ |
૩૧૧૮ |
૪૨૦ |
૧૩.૪૭% |
૩ |
૩૨૯૩ |
૨૭૫ |
૮.૩૫% |
૬ |
૩૧૯૪ |
૧૧૮ |
૩.૬૯% |
૨ |
૩૦૬૭ |
૧૦૩ |
૩.૩૫% |
૧ |
૨૮૦૯ |
૦૦ |
૦૦ |
૪ |
૨૫૧૩ |
૦૦ |
૦૦ |
કુલ |
૧૭૯૯૪ |
૯૧૬ |
|
વોર્ડ દીઠ પછાતવર્ગની વસ્તી અને ટકાવારી
વોર્ડ નં. |
વોર્ડની |
પછાતવર્ગની |
વસ્તી |
|
વસ્તી |
વસ્તી |
ટકાવારી |
૧ |
૨૮૦૯ |
૧૯૯૬ |
૭૧.૦૫% |
૫ |
૩૧૧૮ |
૧૮૪૨ |
૫૯.૦૭% |
૬ |
૩૧૯૪ |
૧૬૫૬ |
૫૧.૮૪% |
૩ |
૩૨૯૩ |
૧૪૨૧ |
૪૩.૧૫% |
૪ |
૨૫૧૩ |
૧૦૪૬ |
૪૧.૬૨% |
૨ |
૩૦૬૭ |
૧૨૭૨ |
૪૧.૪૭% |
કુલ |
૧૭૯૯૪ |
૯૨૩૩ |
|
તારાપુર નગરપાલિકા વોર્ડ રચનાનું સીમાંકન
વોર્ડ |
વોર્ડ |
પ્રથમ |
બીજી |
ત્રીજી |
ચોથી |
નંબર |
વસ્તી |
અનામત |
અનામત |
બીન અનામત |
અનામત કે |
|
|
|
|
|
બિન |
૧ |
૨૮૦૯ |
સામાન્ય |
સામાન્ય |
પછાતવર્ગ |
સામાન્ય |
૨ |
૩૦૬૭ |
પછાતવર્ગ |
સામાન્ય |
સામાન્ય |
સામાન્ય |
૩ |
૩૨૯૩ |
પછાતવર્ગ |
સામાન્ય |
સામાન્ય |
સામાન્ય |
૪ |
૨૫૧૩ |
સામાન્ય |
સામાન્ય |
પછાતવર્ગ |
સામાન્ય |
૫ |
૩૧૧૮ |
પછાતવર્ગ |
સામાન્ય |
અનુ. જાતિ |
સામાન્ય |
૬ |
૩૧૯૪ |
સામાન્ય |
સામાન્ય |
પછાતવર્ગ |
સામાન્ય |
કુલ |
17994 |
|
|
|
|