– આતંકવાદ મુદ્દે પાક. આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લુ પડયું
– તોયબાની મદદ વગર ટીઆરએફ જેવું સંગઠન પહલગામ હુમલાને અંજામ ના આપી શકે : સુરક્ષા પરિષદ
સંયુક્ત રાષ્ટ્રો : એપ્રીલ મહિનામાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં ૨૬ પર્યટકોનો ભોગ લેનારા આતંકી હુમલાને લઇને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની રિપોર્ટ સામે આવી છે. જેમાં પાકિસ્તાનને આડેહાથ લેવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે લશ્કર-એ-તોયબાના સમર્થન વગર પહલગામ જેવો હુમલો શક્ય જ નથી.