Bihar Election 2025 : રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે બિહારની ડબલ એન્જિન સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઈન્ડિયા ગઠબંધનનની સમન્વય સમિતિની બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેજસ્વીએ કહ્યું કે, આજે અમારી બેઠકમાં મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી છે. આ દરમિયાન તેમણે બિહારમાં 80 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું અને રાજ્યમાં બેરોજગારી સહિતના મુદ્દે નીતીશ સરકાર પર નિશાન સાધ્યું છે.
તેજસ્વીએ નીતીશ સરકાર પર સાધ્યું નિશાન
તેમણે કહ્યું કે, ‘બિહાર સરકાર ડબલ એન્જિન સરકારની વાત કરે છે, તેમના એક એન્જિનમાં ગુના લાગેલા છે અને બીજા એન્જિનમાં ભ્રષ્ટાચાર લાગેલો છે.