વાહકજન્ય બિમારીના વધતા કેસની સાથે તંત્રની ડ્રાઇવ
૧૭૩ બાંધકામ સાઇટ્સ,
૧૦૬ ઇંટોના ભઠ્ઠા, ૩૦૦
આરોગ્ય સંસ્થા ૭૦૬ શૈક્ષણિક સંસ્થા સહિત બે હજારથી વધુ દૂકાનોમાં તપાસ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ, જિલ્લા આરોગ્ય
તંત્ર દ્વારા એક સઘન સર્વેલન્સ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ
દરમિયાન કુલ ૪૪૨ ટીમો દ્વારા ૨,૩૫,૫૦૯ ઘરોની તપાસ
કરવામાં આવી હતી. તેમાંથી,
૫,૪૯૩ ઘરો
અને ૬,૩૩૩
પાત્રોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા. આ પાત્રોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો
હતો.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ડ્રાઇવ
દરમિયાન, સંસ્થાઓને
પોરાનાશક અંગે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું, અને ૨૮૧ જગ્યાએ
નોટિસ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત,
૨,૦૩૬
નાના-મોટા ખાડાઓમાં ઓઇલ બોમ્બ અને પોરાનાશકની કામગીરી કરવામાં આવી હતી.ડ્રાઇવના
ભાગરૃપે, વિવિધ
સંસ્થાઓ અને સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રથમ દિવસે ૩૦૦ હોસ્પિટલો-આરોગ્ય કેન્દ્રો, ૭૦૬ શાળા-કોલેજો, ૮૯૨ આંગણવાડીઓ
અને ૩૫૩ ડેરીઓની તપાસ કરવામાં આવી હતી. બીજા દિવસે ૧,૭૫૦
દુકાનો-કોમશયલ સાઇટ્સ, ૪૧૩ ટાયર
પંક્ચરની દુકાનો, ૨૧૩
ભંગારની દુકાનો અને ૨૦૯ હોટલોની તપાસ થઈ હતી. જ્યારે ત્રીજા દિવસે ૧,૬૭૦
મંદિરો-મસ્જિદો સહિત ધામક સંસ્થાઓ અને ૩૩ જાહેર બાગ-બગીચાઓનું નિરીક્ષણ કરવામાં
આવ્યું હતું.
તો ૧૭૩ બાંધકામ સાઇટ્સ, ૪૦ રોડ સાઇટ વર્ક્સ,
૧૫૮૫ જી.આઇ.ડી.સી. સ્થળો અને ૧૦૬ ઇંટવાડા ભઠ્ઠાઓની મેલેરિયાલક્ષી તપાસ કરવામાં
આવી હતી.આ ડ્રાઇવ દરમિયાન,
મચ્છરોના બ્રિડિંગ મળવા બદલ નોટિસ પછી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. ગાંધીનગર
તાલુકામાં રૃ. ૭૨ હજાર, દહેગામમાં
રૃપિયા ૧૧,૪૪૦ અને
કલોલમાં ત્રણ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. કુલ મળીને ૮૬,૪૪૦નો દંડ વસૂલ
કરવામાં આવ્યો હતો.