Vadnagar News: ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાંથી યોગ મુદ્રામાં મળી આવેલાં કંકાલનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો છે. વર્ષ 2019માં ઉત્ખનન દરમિયાન વડનગરમાંથી 1 હજાર વર્ષ જૂનું પ્રાચીન કંકાલ મળી આવ્યું હતું. જેના વૈજ્ઞાનિક પરિક્ષણ માટે લખનઉના ડૉ. નીરજ રાયે DNA ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં લખનઉથી આવેલાં કંકાલના રિપોર્ટમાં વ્યક્તિએ જીવતા સમાધી લીધી હોવાનો ખુલાસો થયો છે.
આ પણ વાંચોઃ ઇડર-બડોલી 14 કિ.મી ફોરલેન માટે ₹705.09 કરોડ મંજૂર, ટ્રાફિકની સમસ્યા હળવી બનશે
બૌદ્ધ ધર્મના અવશેષ થયા પ્રાપ્ત
ASI ના ડૉ. અભિજીત આંબેડકરે સમગ્ર મુદ્દે જણાવ્યું કે, ‘કોવિડ દરમિયાન વડનગરમાં ખોદકામ દરમિયાન કોઠા અંબાજી તળાવ પાસે બૌદ્ધ ધર્મના મંદિર અનેક અવશેષ પ્રાપ્ત થયાં છે. જે ગંગા ઘાટી સાથે મેળ ખાય છે. અહીંથી મળી આવેલું કંકાલ તપસ્યામાં બેઠેલા કોઈ સંન્યાસી જેવું દેખાય છે.’
રિપોર્ટમાં જીવતા સમાધિ લીધો હોવાનો ખુલાસો
મળતી માહિતી મુજબ, વર્ષ 2019માં વડનગરમાં ઉત્ખનનની કામગીરી દરમિયાન તપસ્યામાં બેઠેલા કોઈ સંન્યાસી જેવું કંકાલ મળી આવ્યું હતું, જે આશરે 1000 વર્ષ જૂનું હોવાનું અનુમાન છે. જ્યારે કંકાલનો DNA ટેસ્ટ કરાવાયો હતો. જેમાં લખનઉથી આવેલા રિપોર્ટ ખુલાસો થયો હતો કે, ‘યોગ મુદ્રામાં મળી આવેલાં કંકાલ જે વ્યક્તિનું છે તેમણે જે-તે સમયે જીવતા સમાધી લીધી હતી અને સ્વેચ્છાએ મૃત્યુ મેળવ્યું હોવાની શક્યતા દર્શાવામાં આવી છે.’ જ્યારે વર્ષ 2017માં વડનગરના શર્મિષ્ઠા તળાવ નજીક ખોદકામ દરમિયાન 11 કંકાલ મળી આવ્યાં હતા.
આ પણ વાંચોઃ અમદાવાદની વટવા GIDCમાં ભીષણ આગ, ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટના સ્થળે
વૈજ્ઞાનિક તપાસ હાથ ધરાઈ
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘કોઈપણ વૈજ્ઞાનિક અભ્યાસ માટે ઘણો સમય લાગે છે. આ શોધ 2019 પછીની છે અને અમે તેનો વ્યવસ્થિત રીતે સંગ્રહ કર્યો છે. જેથી આવનારા ભવિષ્યમાં તેને મ્યુઝિયમમાં મૂકી શકાય. DNA રિપોર્ટ પરથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ કંકાલ ઉત્તરપૂર્વીય લોકોના ચહેરા સાથે મેળ ખાતું આવે છે. જોકે, આ મામલે વધુ પ્રકાશ ડૉ. નીરજ રાય જ આપી શકશે. અત્યાર સુધીના તમામ કંકાલ સૂતેલી અવસ્થામાં મળ્યા હતાં. પરંતુ, આ પહેલું કંકાલ એવું મળ્યું છે, જે તપસ્યા કરતી મુદ્રામાં છે. કંકાલનો જમણો હાથ તપસ્યા દરમિયાન દંડ પર મૂકવામાં આવે તે પ્રકારે જોવા મળે છે.’