Vadodara News : ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારી નકલીનો સિલસિલો યથાવત છે, ત્યારે વડોદરામાંથી બે નકલી પોલીસ ઝડપાયા છે. પોલીસની ઓળખ આપીને બે શખ્સોએ યુવક પાસેથી 20 હજાર પડાવી પાડ્યા હતા. સમગ્ર મામલે મકરપુરા પોલીસે બંને નકલી પોલીસને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
બે નકલી પોલીસ ઝડપાયા
મળતી માહિતી મુજબ, વડોદરાના તરસાલી બ્રિજ નજીક એક યુવક ઊભો હતો, ત્યારે બે વ્યક્તિ આવીને પોતાને પોલીસ જણાવીને યુવકને અહીં કેમ ઊભો છે તેમ કહીને ધમકાવા લાગ્યા હતા. આ પછી વિજય સિંહ રાઠોડ અને મયંક માળી નામના બે નકલી પોલીસે યુવકને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવો પડશે તેમ કહીને ધમકાવ્યો હતો.
આ પણ વાંચો: વડોદરાના દશરથ વિસ્તારની જમીનના કેસમાં નિસ્બત નહીં હોવા છતાં અરજીઓ કરી તોડ પાડતા RTI એક્ટિવિસ્ટની ધરપકડ
જ્યારે બંને નકલી પોલીસે રોફ મારીને યુવક પાસેથી 20 હજાર રૂપિયા લઈ લીધા હતા. સમગ્ર મામલે યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં અસલી પોલીસે બંને નકલી પોલીસને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા નકલી પોલીસ પાસેથી બોગસ મીડિયાના આઈકાર્ડ મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.