Jamnagar Crime : જામનગરના બેડી વિસ્તારમાં રહેતી જમીલાબેન ઉસ્માન ગની ભડાલા નામની 45 વર્ષની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાની નણંદ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે બેડીમાં જ રહેતા અસગર અજીજભાઈ પઠાણ, નવાજ અસગરભાઈ પઠાણ, શબનમ અસગરભાઈ પઠાણ અને સલીના અસગરભાઈ પઠાણ સામે ફરિયાદ નોંધાવી છે.
ઉપરોક્ત આરોપીઓ ફરિયાદીના નણંદ સાથે ઝઘડો કરતા હોવાથી તેનો ઉપરાણું લઈને જમીલાબેન છોડાવવા માટે જતાં તેના ઉપર પણ આ હુમલો કરી દેવાયાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.