જામનગરમાં તળાવની પાળે અખંડ રામધુનનો 62મા વર્ષમાં પ્રવેશ થતા ધ્વજારોહણ, મહાઆરતી અને રામધૂન સહિતના કાર્યક્રમો
જામનગર, : જામનગરના બાલા હનુમાન સંકિર્તન મંદિરમાં ચાલતી અખંડ રામધુનનો આજે 62મા વર્ષમાં પ્રવેશ થયો છે. રામધુનને આજે 22279 દિવસ થતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયો હતા. આ અવસરે બાલા હનુમાન મંદિરમાં આજે ધ્વજા રોહણ અને વિશેષ રામધૂન ઉપરાંત સંઘ્યા આરતી સાથે 51 દિવાની મહાઆરતી સહિતના ધામક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અખંડ રામધુનનો મંગલમય પ્રારંભ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજે તા.1.8.1964 ના રોજ કર્યો હતો. તે પછી આજ દિન સુધી રામધુન અવિરત ચાલુ રહી છે. અહીં દેશ-વિદેશથી પણ હજારો શ્રઘ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.