અમદાવાદ, શુક્રવાર
લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે તે કહેવતને યથાર્થ કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખોખરામાં રહેતા યુવકને ટ્રેડિંગમાં રોકાણ કરવાની તગડા નફાની લાલચ આપીને યુવક પાસેથી રૃા. ૨ લાખ પડાવ્યા છ હતા. એટલું જ નહી અજાણી મહિલાએ બે દિવસ લિંક મોકલીને ટ્રેડિંગનું કામ કરાવીને વધુ રૃા. ૧૦ લાખ મોકલવાની વાત કરતાં યુવકને પોતે છેતરાયા હોવાની શંકા ગઇ હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુબઇમાં રિયલ એસ્ટેટ અને ટ્રેડિંગનું કામ કરતી હોવાનું કહી અજાણી મહિલાએ બે દિવસ લિંક મોકલી ટ્રેડિંગ કરાવી વધુ ૧૦લાખની માંગણી કરી
ખોખરામાં રહેતો યુવક તા. ૭ના રોજ ઇન્સ્ટ્રાગ્રામ મારફતે સુભાશી નામની મહિલા સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ વોટ્સએપ ઉપર વાતચીત કરતા હતા. અજાણી મહિલાએ ફરિયાદી યુવકને હું મુંબઇ ખાતે રીયલ એસ્ટેટ તથા ટ્રેડિંગનું કામ કરું છું તું રોકાણ કરીશ તો વધુ નફો અપાવીશ તેવી વાત કરી હતી.
ત્યારબાદ મહિલાએ એક લિંક મોકલી હતી જે લિંક ઓપન કર્યા બાદ રૃા. ૨ લાખ યુવકે ટ્રાન્ફર કરીને લિંક ઓપન કરતા એક વોલેટ એકાઉન્ટ બન્યું હતું જેમાં પૈસા ડોલરમાં કન્વર્ટ થઇ ગયા હોવાનું દેખાતું હતું પછી આરોપીએ યુવકને પૈસા ઉપાડવા બીજા ૧૦ લાખ રોકાણ કરવાનું કહ્યું હતું ત્યાં સુધી વોલેટમાંથી પૈસા નહીં ઉપડે તેમ કહ્યું હતું. પરંતુ ફરિયાદી પૈસા ભરવા તૈયાર થયો ન હતો. અને બાદમાં ફરિયાદી યુવક સાથે સંપર્ક તોડી કઢયો હતો. જો કેે યુવકે વોલેટમાંથી પૈસા ઉપાડવા પ્રયાસ કરતાં કોઇ પ્રોસેસ થઇ ન હતી.