Rajya Sabha Chairman Jagdeep Dhankhar Left The BAC Meeting : આજે કાર્ય મંત્રણા સમિતી(BAC)ની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ નારાજ થયા છે અને તેઓ બેઠકને અધવચ્ચે જ છોડીને જતા રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ શિષ્ટાચારનું પાલન ન થતાં રાજ્યસભા અધ્યક્ષ ગુસ્સામાં આવીને બેઠક છોડીને જતા રહ્યા છે.
બેઠકમાં સત્તાધારી પાર્ટી-વિપક્ષ વચ્ચે મતભેદ થતાં ધનખડ નારાજ
બીજીતરફ વિપક્ષી નેતાના જણાવ્યા મુજબ, બેઠક દરમિયાન ડુપ્લીકેટ મતદાર ઓળખ કાર્ડ (EPIC) પર ચર્ચા તેમજ ધારાસભ્યોને સંસદીય સમિતિમાં મોકલવાની માંગ મુદ્દે સત્તા ધારી પાર્ટી અને વિપક્ષના સભ્યો વચ્ચે મતભેદ થયો હતો, જેના કારણે રાજ્યસભા અધ્યક્ષ નારાજ થયા હતા.
જે મુદ્દે બેઠક બોલાવાઈ, તેની ચર્ચા જ ન થઈ
રાજ્યસભા સૂત્રોએ કહ્યું કે, ‘બેઠક દરમિયાન ડુપ્લીકેટ મતદાર ઓળખ કાર્ડ મુદ્દે ચર્ચા થઈ શકી નથી. આ દરમિયાન સરકાર અને વિપક્ષના સભ્યો EPICના બદલે અન્ય મુદ્દાઓ બોલવા લાગ્યા હતા, જેના કારણ ધનખડે વોકઆઉટ થવાનો નિર્ણય લીધો. આગામી સપ્તાહ માટે ઉપલા ગૃહના ઍક્શન પ્લાન અંગે નિર્ણય લેવા BACની બેઠક બોલાવવામાં આવી હતી.
આ પણ વાંચો : 8 લાખ બેરલ ઓઈલ સાથે ગુજરાત તરફ આવ્યું રશિયન જહાજ, નિયમ તોડતા ભારતે મોકલ્યું પરત
વિપક્ષને મણિપુર વિશે ચર્ચા કરવી હતી
વિપક્ષના વરિષ્ઠ નેતાના કહ્યા મુજબ, વિપક્ષના સાંસદો ઇચ્છતા હતા કે, સરકાર ઈપીઆઇસી કાર્ડ, મણિપુરની સ્થિતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સમય નિર્ધારીત કરે. વિપક્ષી નેતાઓનો આક્ષેપ છે કે, તેઓ દરરોજ જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરવા માટે નોટિસ આપી રહ્યા છે, પરંતુ તેમના માટે કોઈપણ સમય ફાળવાતો નથી.
આ પણ વાંચો : ખેડૂતોના હિતમાં કેબિનેટનો મોટો નિર્ણય, હવે સસ્તા દરે મળશે ખાતર, જાણો કેટલા રૂપિયા કર્યા મંજૂર