અમદાવાદ,શનિવાર,2
ઓગસ્ટ,2025
અમદાવાદમાં અમુલના નામે નકલી ઘી વેચાતુ હોવાની શંકાના આધારે
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગે જશોદાનગર વિસ્તારમાં આવેલા ચારભૂજા કીરાણા
સ્ટોર્સ ખાતે આ વર્ષના આરંભે ફેબુ્રઆરી મહીનામાં તપાસ કરી હતી. તપાસમાં અમુલ શધ્ધ
ઘીના લેબલ સાથે ઘી વેચાતુ હોવાનુ જોવા મળતા ૧૫ કિલોના સાત ઘીના ડબા સીઝ કરાયા હતા.
ઘીના લેવાયેલા સેમ્પલ વડોદરા ખાતે તપાસમાં મોકલાયા હતા.આ સેમ્પલના રીપોર્ટ
સબસ્ટાન્ડર્ડ આવતા ફુડ વિભાગે અમુલને જાણ કરી હતી. અમુલ દ્વારા જશોદાનગર ખાતે
આવેલા શ્રી ચારભૂજા કીરાણા સ્ટોર્સ ઉપરાંત
ખોખરા વિસ્તારમાં આવેલા હાર્દિક ટ્રેડર્સના પ્રોપરાયટર સામે પોલીસ ફરિયાદ નોંધવા
અંગે વટવા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી
જાણવા મળે છે.
આજકાલ નકલીની બોલબાલા છે ત્યારે શહેરના રામોલ-હાથીજણ
વોર્ડમાં આવેલા જશોદાનગર વિસ્તારમાં આવેલા શ્રી ચારભુજા કિરાણા સ્ટોર્સ ખાતે
મ્યુનિસિપલ ફુડ વિભાગની ટીમ પહોંચી હતી.ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા દુકાનમાં
રાખવામા આવેલા અમૂલ ઘીના ડબ્બાની તપાસ કરવામા આવતા તેના ઉપર અમૂલ શુધ્ધના બદલે
શધ્ધ લખેલુ જોવા મળતા ફુડ સેફટીવાન દ્વારા ઘીના સેમ્પલની પ્રાથમિક પરિક્ષણ કરવામા
આવતા તેમાં વનસ્પતિ ઘીની ભેળસેળ હોવાનુ સામે આવ્યુ નહતુ. ઘીમાં અન્ય કોઈપ્રકારની
ભેળસેળ કરવામા આવી છે કે કેમ?
તે જાણવા ઘીના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી અપાયા હતા.કોર્પોરેશનના
એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ભાવિન જોષીએ કહયુ, ચારભૂજા કીરાણા સ્ટોર્સ ખાતેથી ઘીના જે સેમ્પલ લેવાયા
હતા.તે સબસ્ટાન્ડર્ડ હોવાનો રિપોર્ટ આવતા
ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડના કાંકરિયા ખાતે આવેલા કાર્યાલયને જાણ કરાઈ
હતી.અમુલના બ્રાન્ચ મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવા વટવા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે.
હાર્દિક ટ્રેડર્સનો માલિક દુકાન અને ગોડાઉનને તાળા મારી રફુચકકર થઈ ગયો હતો
ફુડ વિભાગે ફેબુ્આરી
મહીનામાં ચારભુજા કિરાણા સ્ટોર્સના માલિક દિનેશકુમાર માલજીભાઈ પ્રજાપતિની
પુછપરછ કરી હતી.તેની દુકાનમા રાખવામા આવેલો ઘીનો જથ્થો ખોખરા વિસ્તારમા આવેલા
હાર્દિક ટ્રેડર્સ ખાતેથી મંગાવવામા આવ્યો હોવાનુ તેણે કહેતા ફુડ વિભાગની ટીમ
ખોખરામા આવેલી હાર્દિક ટ્રેડર્સની દુકાન તથા અમરાઈવાડી વિસ્તારમા આવેલા હાર્દિક
ટ્રેડર્સના ગોડાઉન ખાતે તપાસ માટે પહોંચી
હતી.તે સમયે માલિક દુકાન અને ગોડાઉનને તાળાં મારી માલિક રફુચકકર થઈ ગયો હતો.તેની
દુકાન ઉપર લખવામા આવેલ મોબાઈલ નંબર પણ બંધ આવતો હતો. આ પરિસ્થિતિમાં વિભાગે બંને
એકમ બહાર ફુડ વિભાગની પરવાનગી વગર એકમ ખોલવા નહીં એ પ્રકારની નોટિસ લગાવવામા આવી
હતી.