વડોદરા રેલવે સ્ટેશન પર ‘સારથી’ નામની એક નવી મફત ગતિશીલતા સહાય સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા હેઠળ, બેટરી સંચાલિત કાર્ટ વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ અને બીમાર મુસાફરોને ચોવીસ કલાક મફત સહાય પૂરી પાડશે. આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહલ ફાર્માસન અને રેલવે વચ્ચેનો સહયોગી પ્રયાસ છે. તેમજ માતાઓને તેમના બાળકોની સંભાળ રાખવા માટે એક સ્વચ્છ અને સુવિધાજનક સ્થળ પૂરું પાડવાના ઉદેશ્ય સાથે મહિલા વેઇટિંગ રૂમ અને એસી વેઇટિંગ રૂમમાં સ્થિત બાળ સંભાળ કક્ષ ના સૌંદર્યકારણ નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ – વડોદરા દ્વારા સીએસઆર હેઠળ હાથ ધરવામાં આવી છે, જેમાં બેબી કેર ટેબલ, સજાવટ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી છે. આ પ્રસંગે વડોદરા રેલ મંડળના ડીઆરએમ રાજુ ભડકે, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક નરેન્દ્ર કુમાર સહિત રેલ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.