– ટીકર બેઠા પુલ પર પાણી ફરી વળતા અવરજવર માટે બંધ કરાયો
– રેતી ચોરીના કારણે ચેકડેમ નબળો પડીને તૂટયો, હજુ પણ રેતી ચોરી અટકાવવામાં નહીં આવે તો ગંભીર પરિણામ આવશેઃ સરપંચ
હળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામે આવેલો ચેકડેમ શુક્રવાર સવારે સાત વાગ્યાની આજુબાજુ તૂટી ગયો હતો. ચેકડેમ તૂટતા પાણીનો પ્રવાહ ટીકર બાજુ વહી રહ્યો છે. બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. હાલ રેતી ચોરીના કારણે ચેકડેમ નબળો પડીને તૂટયો હોવાના સરપંચના આક્ષેપ
હળવદ તાલુકાના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદી પસાર થઈ રહી છે. જેના ઉપર ખેડૂતોને પાણી મળી રહે તેવા ઉદ્દેશ સાથે અંદાજે ૨૦ વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યો હતો. આજે તા.૨૯ ઓગસ્ટના રોજ સવારે ૬-૩૦થી ૭ વાગ્યાના અરસામાં ચેકડેમ તૂટી ગયો છે. આ ઘટના અંગે સરપંચ સજ્જનબા જગદીશભાઈ ગઢવીએ કહ્યું કે રેતી ચોરીના કારણે ચેકડેમ નબળો પડી ગયો હોવાથી તૂટી ગયો છે. હવે ફરી ક્યારે આ ચેકડેમ બનશે તે અંગે કઈ નક્કી નથી. રેતી ચોરીના કારણે આ બનાવ બન્યો છે. હજુ પણ તંત્ર દ્વારા રેતી ચોરી અટકાવવામાં નહિ આવે તો ભયંકર પરિણામ આવશે.
આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે મોટી નુકસાની સર્જાઇ નથી પણ ચેકડેમનું પાણી હાલ ખાલી થઈ રહ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ ટીકર તરફ વહી રહ્યો છે. જ્યાંથી આ પાણી રણ વિસ્તારમાં વેડફાઈ જશે. ટીકર જવાના બેઠા પુલ પર પાણી ફળી વળતા અવર જવર બંધ થય ગય હતી. ચેકડેમ તૂટતા આજુબાજુના પાંચ ગામના લોકોને હાલાકી ભોગવવી પડશે.
૨૦૨૨થી ચેકડેમ જર્જરીત હતો અવાર નવાર અનેક વખત ગ્રામજેનોએ રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી પણ હલીયુ ન હતું. રજુઆત ને તંત્ર ધ્યાને ન લીધી હતી. ચેક ડેમ તૂટતા આજુબાજુના પાંચ ગામના ખેડૂતોને ભોગવવું પડશે. ચેકડેમ તૂટવાથી બધુ પાણી વહી ગયુ હતું. તાત્કાલિક ચેક ડેમ સ્મારક કરાવામા આવે એવી ખેડૂતોઓ અને ગ્રામજનોની માંગણી ઉઠવા પામી હતી.