૧૪
હજારથી વધુની રોકડ સહિત રૃ.૯૪,૭૨૦નો મુદ્દામાલ કબ્જે કરાયો
ધોળકા – દસક્રોઇ તાલુકાના
ભાવડા ગામમાં ખેતરમાં જુગાર રમતા આઠ શખ્સ ઝડપાયા હતા. પોલીસે અંગજડતી તેમજ દાવ
પરથી રોકડ રૃ,૧૪,૭૨૦ સહિત રૃ.૯૪,૭૨૦ના મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.
અમદાવાદ
ગ્રામ્ય એલસીબી પોલીસે કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દસ્ક્રોઇ તાલુકાના ભાવડા
ગામમાં હર્ષદસિંહ નટવરસિંહ બિહોલાના ખેતરમાં બોરની ઓરડીની બહાર જાહેરમાં પૈસા
પત્તા વડે હારજીતનો તીન પત્તીનો જુગાર રમતા (૧) હર્ષદસિંહ નટવરસિંહ બિહોલા, (૨) યોગેન્દ્રસિંહ
ભરતસિંહ બિહોલા, (૩) ઘનશ્યામસિંહ સરદારસિંહ બિહોલા, (૪) દિલિપસિંહ હિંમતસિંહ બિહોલા, (૫) નિલેશસિંહ
ફતેસિંહ બિહોલા, (૬) સંજય ભીખાભાઇ ઠાકોર, (૭) પ્રહલાદજી કાભાઇ ઠાકોર અને (૮) દિનેશભાઇ રામસિંગભાઇ ઠાકોર (તમામ રહે.
ભાવડા ગામ તા.દશક્રોઇ)ને પકડી પાડયા હતા. પોલીસે જુગાર રમી રહેલા શખ્સોની અંગ ઝડતી
તથા દાવ ઉપરથી રોકડ રૃ.૧૪,૭૨૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૃ
૯૪,૭૨૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.