– રામ રહીમના વારંવાર જેલમાંથી છૂટવાને કારણે વિવાદ
– હત્યાના પણ દોષિત બાબા આશ્રમમાં ભક્તોને પ્રવચન આપશે, 15મી ઓગસ્ટે પોતાનો જન્મ દિવસ ઉજવશે
રોહતક : બળાત્કાર અને હત્યાના દોષિત ગુરમીત રામ રહીમને ફરી એક વખત પેરોલ પર છોડવામાં આવ્યો છે. ગુરમીત રામ રહીમ ૧૪મી વખત પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે. તેને ૪૦ દિવસના પેરોલ મળ્યા છે. તે જેલમાંથી છૂટતા જ સિરસા ડેરા પર જવા માટે રવાના થઇ ગયો હતો.