Jamnagar Crime : જામનગરની ડી.કે.વી. કોલેજમાં ગઈકાલે બે કોલેજીયન યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો, તેનું મનદુઃખ રાખીને કોલેજીયન યુવાન અને તેના અન્ય ત્રણ સાગરીતોએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના રામેશ્વરનગર, પટેલવાડી વિસ્તારમાં રહેતા અને ડી.કે.વી. કોલેજમાં અભ્યાસ કરતા હાર્દિક માણસીભાઈ મુન નામના 19 વર્ષના ગઢવી યુવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ડી.કે.વી. કોલેજમાં જ અભ્યાસ કરતા રોનક ખફી અને તેના ત્રણ સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. કોલેજમાં બેસીને એસાઈમેન્ટ લખવા બાબતે બંને કોલેજીયન વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનું મન દુઃખ રાખીને ફરિયાદી હાર્દિક પોતાના ઘેર જઈ રહ્યો હતો, તે દરમિયાન રોનક ખફી અને તેના સાગરીતો અટકાવીને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.