– રૂા. 41 હજારની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત
– આણંદ ગ્રામ્ય, ભાદરણ, સોજીત્રા, વાસદ અને વિદ્યાનગર પોલીસ મથકે ગુના દાખલ
આણંદ : આણંદ જિલ્લામાં પાંચ સ્થળે જુગાર રમતા ૨૫ જુગારીઓને રૂા. ૪૧ હજારની રોકડ સહિતના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. આણંદ ગ્રામ્ય, ભાદરણ, સોજીત્રા, વાસદ અને વિદ્યાનગર પોલીસે તમામ જુગારીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ પાસેના સામરખા ગામના સ્મશાનમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ભરતભાઈ બાબુભાઈ પરમાર, રાજદીપ ઉર્ફે મોન્ટુ પ્રકાશભાઈ પરમાર, બંસી કુમાર વલ્લભભાઈ સુથાર અને અજય રમેશભાઈ ચુનારા તમામ રહે સામરખા શક્તિનગરવાળાને ૧૮૬૦ મુદ્દામાલ સાથે આણંદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયા હતા.
બોરસદ તાલુકાના મોટી શેરડી ગામની ટાંકી પાછળ જુગાર રમી રહેલા ભાનુભાઈ ગોરધનભાઈ મકવાણા, વિક્રમભાઈ કેસરીસિંહ મકવાણા અને ધીરુભાઈ રાવજીભાઈ મકવાણાને ભાદરણ પોલીસે રૂપિયા ૩૭૨૦ના મુદ્દામાલ સાથે પકડયા હતા. સોજીત્રા પોલીસની ટીમે ડભોઉ ગામના ભાથીજી મંદિર નજીક જુગાર રમી રહેલ છ જુગારીઓ જેમાં રાકેશ સિંહ બહાદુરસિંહ મંડોળા, જયેશભાઈ મનહરભાઈ પરમાર, ભીખુભાઈ લક્ષ્મણસિંહ પરમાર, રામસંગ મણીભાઈ ગોહેલ, અજય ઉર્ફે પિન્ટુ ગોરધનભાઈ વાઘેલા અને રજનીકાંત ઉર્ફે પપ્પુ ચંદુભાઈ વાઘેલાને ૧૬૦૮૦ના મુદ્દામાલ સાથે પકડયા હતા.
આણંદ તાલુકાના રામનગર તાબેના કંચનપુરા વિસ્તારમાં વાસદ પોલીસે જુગાર રમી રહેલા પાંચ શખ્સો જેમાં અરવિંદભાઈ ગોતાભાઇ ચૌહાણ, સંજયભાઈ પરસોતમભાઈ ચૌહાણ, વિક્રમભાઈ બુધાભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ મહિડા અને ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ ચૌહાણને રૂપિયા ૧૫,૭૦૦ના મુદ્દામાલ સાથે પકડયા હતા.
આણંદ પાસેના કરમસદ ગામની રામદેવપીર ચોકડી નજીક વિદ્યાનગર પોલીસે સાત શકુનિઓને જેમાં હિતેશ ઉર્ફે લાલુ સંજયભાઈ સોલંકી, પ્રમિત ઉર્ફે લખન રમેશભાઈ ભોઈ, સંજય ભાઈલાલભાઈ સોલંકી, જયેશ ઉર્ફે બાબો બાબુભાઈ ચાવડા, આર્યન ઘનશ્યામભાઈ સોલંકી, યજ્ઞોશ ઉર્ફે ઈચુક મનુભાઈ સોલંકી અને વિશાલ જગદીશભાઈ સોલંકીને રૂપિયા ૫૨૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.