Image: Freepik
Murder in Meerut: ઉત્તર પ્રદેશમાં મેરઠના એક ઘરમાં સિમેન્ટથી ભરેલા પ્લાસ્ટિકના ડ્રમમાં મૃતદેહના ટુકડા હોવાના સમાચારથી હોબાળો મચી ગયો. મર્ચેન્ટ નેવીમાં નોકરી કરનાર વ્યક્તિ સૌરભ રાજપૂતની હત્યાના આ મામલે કોઈ અન્યની નહીં પરંતુ તેની જ પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે.
ડ્રમમાં નાખ્યા મૃતદેહના ટુકડા અને સિમેન્ટ ભરી દીધો
સૌરભની પત્નીએ પોતાના બોયફ્રેન્ડની સાથે મળીને તેની હત્યા કરી દીધી. પછી મૃતદેહના ટુકડા કર્યા અને મૃતદેહને એક પ્લાસ્ટિકના ડ્રમમાં મૂકીને તેમાં સિમેન્ટ ભરી દીધો. પોલીસે આ મામલે બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવી ગયો. 2 કલાકની જહેમત બાદ પણ ડ્રમ ખુલી શક્યો નહીં તો ડ્રમને પોલીસે કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ હાઉસ મોકલ્યો જ્યાં ડ્રમને કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. જણાવાઈ રહ્યું છે કે સિમેન્ટના કારણે મૃતદેહ જામી ગયો હતો. આ દરમિયાન મૃતકના ઘરની બહાર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી.
પરિવાર છોડીને કર્યા હતાં લવ મેરેજ, 5 વર્ષની પુત્રી છે
મામલો મેરઠના બ્રહ્મપુરી વિસ્તારના ઈન્દિરાનગરનો છે જ્યાં મર્ચેન્ટ નેવીમાં કામ કરનાર સૌરભ રાજપૂત પોતાની પત્ની મુસ્કાન રસ્તોગી અને 5 વર્ષની પુત્રીની સાથે રહેતો હતો. હાલ તેનું પોસ્ટિંગ લંડનમાં હતું. સૌરભ થોડા દિવસ પહેલા જ લંડનથી મેરઠ આવ્યો હતો. સૌરભ કુમારે 2016માં લવ મેરેજ કર્યા હતા અને તે બાદ તેનો પરિવારજનો સાથે વિવાદ ચાલી રહ્યો હતો. તે 3 વર્ષ પહેલા મુસ્કાનની સાથે ઈન્દિરાનગરમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. તેની એક 5 વર્ષની પુત્રી પણ છે જે બીજા ધોરણમાં ભણે છે.
આ પણ વાંચો: પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની બસ, ઓફિસે જતાં 4 કર્મચારી જીવતા ભૂંજાયા
મોહલ્લાવાળાથી 10 દિવસથી ખોટું બોલી રહી હતી
4 માર્ચે સૌરભ મેરઠ આવ્યો હતો. મુસ્કાને 10 દિવસ પહેલા મોહલ્લાના લોકોને જણાવ્યું કે હું પતિની સાથે ફરવા માટે હિમાચલ પ્રદેશ જઈ રહી છું અને તે બાદ ઘરના દરવાજાને તાળું લગાવી દેવાયું. તે બાદ કોઈએ મુસ્કાન કે સૌરભને જોયા નહીં. આ દરમિયાન મુસ્કાને સમગ્ર ઘટનાક્રમ પોતાની માતાને જણાવ્યો કે કેવી રીતે તેણે પોતાના પ્રેમીની સાથે મળીને સૌરભની હત્યા કરી દીધી છે. તે બાદ મુસ્કાનની માતાએ પોલીસ સ્ટેશન પહોંચી અને સમગ્ર ઘટના પોલીસને જણાવી.
પોલીસે મુસ્કાનને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો. તપાસમાં જાણ થઇ કે પત્ની મુસ્કાને પોતાના પ્રેમી સાહિલની સાથે મળીને સૌરભની હત્યા કરી દીધી. તેનો મૃતદેહ એક પ્લાસ્ટિકના ડ્રમમાં મૂક્યો અને પછી ડ્રમમાં સિમેન્ટ ઓગાળીને નાખી દીધો. જેનાથી મૃતદેહ અંદર જામી ગયો અને લોકોને જાણ ન થાય તે માટે તેને મકાનની અંદર જ સંતાડી દીધો.
ડ્રમને કાપવો પડ્યો
પોલીસે મુસ્કાનના પ્રેમી સાહિલને પણ કસ્ટડીમાં લઈ લીધો છે અને બંનેને ઘટના સ્થળે લઈને પહોંચ્યા. લગભગ 30 મિનિટ સુધી બધાં અંદર રહ્યાં તે બાદ મુસ્કાન અને તેના પ્રેમી સાહિલને પોલીસ લઈ ગઈ. 2 કલાક પ્રયત્ન કર્યાં છતાં મૃતદેહને ડ્રમથી બહાર કાઢવામાં આવી શક્યો નહીં અંતે પોલીસે ડ્રમને મૃતદેહની સાથે પોસ્ટમોર્ટમ હાઉસ મોકલી દીધો અને આકરી જહેમત બાદ ડ્રમને કાપીને મૃતદેહને કાઢવામાં આવ્યો.
આ મામલે મેરઠના એસપીએ જણાવ્યું કે મોડી સાંજે બ્રહ્મપુરી પોલીસને ઈન્દિરા નગરમાં એક હત્યાની માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ અને પૂછપરછ કરવામાં આવી તો જાણ થઈ કે સૌરભ રાજપૂત છે જે મર્ચેન્ટ નેવીમાં કામ કરતો હતો. તે 4 તારીખે પોતાના ઘરે આવ્યો હતો. ત્યારથી જ નજર આવી રહ્યો નહોતો.
ચાકુ મારીને કરી હતી હત્યા અને મૃતદેહ જમાવી દીધો હતો
શંકાના આધારે તેની પત્ની મુસ્કાન અને મુસ્કાનના પ્રેમી સાહિલને પૂછપરછ માટે પોલીસે બોલાવ્યા અને પૂછપરછ દરમિયાન આ લોકોએ પોતાનો ગુનો કબૂલ કરી દીધો અને જણાવ્યું કે 4 તારીખે સાહિલે મુસ્કાનની સાથે મળીને સૌરભની ચપ્પાથી હત્યા કરી દીધી. હત્યા કર્યા બાદ તેમણે મૃતદેહના ટુકડા કરીને એક ડ્રમમાં નાખીને તેને સિમેન્ટથી ભરી દીધો હતો. પોલીસ દ્વારા મૃતદેહને રિકવર કરી લેવાયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરી મોકલાયો છે. સાહિલ અને મુસ્કાનની ધરપકડ કરી દેવાઈ છે અને પરિવારજનોની તપાસના આધારે સુસંગત કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે.