ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવા અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશને પોક્સો સહિતની કલમો હેઠળ નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ ગણેશ હરેરામસિંગ (રહે – જીતાલી ગામ, અંકલેશ્વર/ મૂળ રહે – બિહાર)બે મહિનાથી ફરાર હતો. આરોપી અંકલેશ્વરના જીતાલી ગામની આસપાસ હોવાની માહિતી સાંપડતા પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.