Operation Sindoor news: ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ખુલાસો કર્યો છે કે 22 એપ્રિલે પહલગામમાં જે બન્યું તેણે આખા દેશને હચમચાવી નાખ્યો. બીજા જ દિવસે, 23 એપ્રિલે ટોચના સૈન્ય અધિકારીઓ અને રાજકીય નેતૃત્વની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. જનરલ દ્વિવેદીના મતે આ પહેલી વાર હતું જ્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું – બસ હવે બહુ થયું.
તમે નક્કી કરો…: ઉપેન્દ્ર દ્વિવેદી
તેમણે કહ્યું, 23 એપ્રિલે, અમે બધા સાથે બેઠા. ત્રણેય સેનાના વડાઓ સંમત થયા કે કંઈક મોટું કરવાની જરૂર છે. અમને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી. કહી દેવાયું કે ‘તમે નક્કી કરો કે શું કરવું.’ આ વિશ્વાસ, રાજકીય દિશા અને સ્પષ્ટતા હતી જે અમે પહેલી વાર જોઈ. જનરલ દ્વિવેદીએ કહ્યું કે આટલો સ્પષ્ટ રાજકીય ટેકો સૈનિકોનું મનોબળ વધારે છે. આ જ કારણ હતું કે અમારી સેનાના કમાન્ડરો જમીન પર જઈને પોતાની વિવેકબુદ્ધિથી પગલાં લઈ શકતા હતા.
આ પણ વાંચોઃ દિલ્હીમાં સાંસદો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે નવા 184 ફ્લેટ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ
ઓપરેશન સિંદૂરની વ્યૂહનીતિ કેવી રીતે બની ?
આ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, 25 એપ્રિલે અમે ઉત્તરીય કમાન્ડ પહોંચ્યા, જ્યાં અમે વિચાર્યું, પ્લાન બનાવ્યો, કોન્સેપ્ટ તૈયાર કર્યો અને તેને અમલમાં મૂક્યો. 9 માંથી 7 લક્ષ્યોનો નાશ કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા. 29 એપ્રિલે અમારી વડાપ્રધાન સાથે પહેલી મુલાકાત થઈ. જનરલ દ્વિવેદીએ કહ્યું એ સમજવું મહત્વપૂર્ણ છે કે ‘ઓપરેશન સિંદૂર’ એક નાનું નામ કેવી રીતે આખા દેશને એક કરે છે. તે આખા રાષ્ટ્રને ઉર્જા આપે છે. જ્યારે ડિરેક્ટરે આ નામ સૂચવ્યું, ત્યારે મને લાગ્યું કે તે ‘સિંધુ’ છે – એટલે કે સિંધુ નદી અને મેં કહ્યું, ‘ખૂબ સારું, તમે સિંધુ જળ સંધિને ફ્રીઝ કરી દીધી છે.’ તેમણે કહ્યું – ના, તે ‘સિંદૂર’ છે.
આ પણ વાંચોઃ ‘ખુદને દુનિયાના બોસ સમજનારાઓને ભારતના વિકાસથી ઈર્ષ્યા’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહનું મોટું નિવેદન
‘સિંદૂરથી સૈનિકો સુધી ભાવનાત્મક જોડાણ’
જનરલ દ્વિવેદીએ કહ્યું, આ એક નામ આખા દેશને એક કરે છે. આજે લોકો કહી રહ્યા છે – ‘સિંધુથી સિંદૂર સુધી… અમે બધું સંભાળી લીધું છે.’ જ્યારે હું ગ્રાઉન્ડ પર ગયો, ત્યારે મેં સૈનિકોને કહ્યું- ‘જ્યારે પણ કોઈ બહેન, માતા કે પુત્રી સિંદૂર લગાવશે, ત્યારે તે હંમેશા સૈનિકને યાદ રાખશે.’ આ બંધન જ હતું જેણે આખા રાષ્ટ્રને એક હેતુ માટે એક સાથે ઉભું કર્યું. આ જ કારણ હતું કે આખો દેશ પૂછી રહ્યો હતો- ‘તમે ઓપરેશન કેમ બંધ કર્યું?’ અને આ પ્રશ્નનો જવાબ પણ આપવામાં આવ્યો છે.