સાતમ-આઠમ નજીક આવતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં જુગારીઓ સક્રિય ઃ ૧૪ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં હાલ શ્રાવણીયો જુગાર જામી ગયો છે ત્યારે
દહેગામના બહિયલ ગામમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી લીધા હતા.
જેમની પાસેથી ૧૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ
ધરવામાં આવી હતી.
દહેગામ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી
હતી કે, બહિયલ
ગામના ઉગમણા ફળી નજીક શોપિંગ સેન્ટર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી
રહ્યા છે. આ બાતમીના આધારે,
પોલીસે ખાનગી વાહનમાં ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે રેઈડ કરતા જુગાર રમતા આઠ ઈસમોને કોર્ડન કરીને પકડી
પાડયા હતા. ઝડપાયેલા જુગારીઓમાં બહિયલ અને મહેમદાબાદના જાવેદભાઈ અહેમદભાઈ મીર, મુક્તિયાર ઉર્ફે
હુસૈન અનવરભાઈ મીર, નશરૃદ્દીન
ઉર્ફે નાશીર સફીમીયા પરમાર,
ફિરોજભાઈ અહેમદભાઈ મીર,
બસીરભાઈ અહેમદભાઈ મીર,
મોસીનભાઈ અયુબભાઈ મલેક,
મહંમદશરીફ ઉર્ફે સલીમ યુસુફભાઈ ખલીફા અને સંજયભાઈ ઉર્ફે ભુપેન્દ્ર લલ્લુભાઈ
પટેલનો સમાવેશ થાય છે. પોલીસે જુગારીઓ પાસેથી ૧૪ હજારનો મુદ્દામાલ કબજે કરીને વધુ
તપાસ શરૃ કરી હતી.