Doctors irresponsibility News : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની પ્રાઈવેટ હોસ્પિટલના ડોક્ટર ઓપરેશન દરમિયાન મહિલાના પેટમાં કાતર ભૂલી ગયા હતા. બીજી તરફ, મેરઠની મહિલાના ઓપરેશન બાદ ડોક્ટર પેટમાં રૂનું બંડલ ભૂલી ગયા હોવાનું સામે આવ્યું છે. બંને કેસમાં ફરિયાદ બાદ તપાસ કરવામાં આવી રહી છે.
રિપોર્ટ મુજબ, રજની શર્મા નામની પીડિતાએ પેટમાં રૂનું બંડલ રહી જવાની ફરિયાદ સહાયક મુખ્ય મેજિસ્ટેટ પ્રાચી અગ્રવાલ સમક્ષ કરી હતી. ત્યારબાદ, કોર્ટના આદેશ બાદ ટીપી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે, તેણે 30 જૂન, 2018ના રોજ સિરોહી નર્સિંગ હોમમાં દીકરીને જન્મ આપ્યો હતો.
ઈન્દિરાનગર સેકટર સીની ઘટનામાં અરવિંદ કુમાર પાંડેએ ફરિયાદ કરી છે કે, તેમની પત્ની સંધ્યા 2008માં ગર્ભવતી હતી. તેને ઈન્દિરાનગરની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં, તેણે બાળકને જન્મ આપ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી પેટમાં દુખાવો થતા તેનો એક્સ-રેકરાવવામાં આવ્યો હતો. રિપોર્ટ પરથી તેમના પેટમાં કાતર કરી ગઈ હોવાની વાતનો ઘટસ્ફોટ થયો હતો.