– રખડતા ઢોર પકડવાની મહાપાલિકાની કામગીરીના પગલે પશુપાલકોમાં ફફડાટ
– મહાનગરપાલિકાએ પશુઓને છોડવા માટે કુલ રૂા. 7.96 લાખનો દંડ વસુલ્યો
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી હોય છે અને રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવતા હોય છે. રખડતા છોડવા માટે મહાપાલિકા દ્વારા પશુપાલકો પાસેથી દંડ વસુલવામાં આવે છે તેથી ઘણા પશુપાલકો દંડ ભરી પશુ છોડાવતા હોય છે.
મહાનગરપાલિકા દ્વારા રોજ રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રખડતા ઢોર પકડી ઢોર ડબ્બામાં પુરવામાં આવે છે, જેના પગલે પશુપાલકોમાં ફફડાટ ફેલાતો હોય છે. ઘણા પશુપાલકો ઢોરને છોડાવવા માટે આવતા નથી, જયારે કેટલાક પશુપાલકો તેની માલિકીના ઢોરને છોડાવવા માટે આવતા હોય છે. મહાપાલિકા દ્વારા દંડ લઈને પશુને છોડવામાં આવે છે, જેમાં છેલ્લા ૭ માસમાં એટલે કે ગત જાન્યુઆરથી જુલાઈ-ર૦રપ સુધીમાં કુલ ર૩૧ પશુને મહાપાલિકાએ કુલ રૂા. ૭,૯૬,પ૦૦ નો દંડ લઈને છોડયા છે. મહાપાલિકાના ઢોર ડબ્બામાં હાલ ઘણા પશુઓ છે, જેનો નિભાવ મહાપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે અને પશુઓનો ભરાવો થયા બાદ કેટલાક પશુઓને પાંજરાપોળમાં મોકલી દેવામાં આવે છે.
શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી યથાવત છે તેથી પશુપાલકોને પોતાના પશુઓને બાંધીને રાખવા અને જાહેર રોડ પર પશુઓ દેખાશે તો પકડવાની કામગીરી કરવામાં આવશે તેમ મહાપાલિકાના વેટરનરી ઓફીસર હિતેષ સવાણીએ માહિતી આપતા જણાવેલ છે.
પશુઓને છોડવા માટે રૂા. 3 હજારથી વધુ દંડ લેવાય છે
ભાવનગર મહાપાલિકાએ પકડેલ પશુને છોડાવવાનો દંડ રૂા. ૩ હજાર લેવાય છે અને ઢોર ડબ્બામાં રાખવાનો દરરોજનો ખર્ચ રૂા. ૧ હજાર લેવામાં આવે છે, જેના કારણે પશુપાલક એક દિવસમાં પશુને છોડાવી જાય તો રૂા. ૩ હજાર જ દંડ ભરવો પડે છે અને મોડુ કરવામાં આવે તો જેટલા દિવસ ઢોર ડબ્બામાં રાખે તેટલા દિવસના ૧ હજાર લેખે રૂપિયા ભરવા પડે છે તેમ માહિતી આપતા મહાપાલિકાના વેટરનરી ઓફીસરે જણાવ્યુ હતું.
છેલ્લા 6 માસની આંકડાકીય માહિતી
માસ |
પશુની |
આવક |
જાન્યુઆરી |
૯ |
૩૪પ૦૦ |
ફેબુ્રઆરી |
૩ર |
૧૦ર૦૦૦ |
માર્ચ |
૧૯ |
પ૯પ૦૦ |
એપ્રિલ |
ર૦ |
૭૦૦૦૦ |
મે |
ર૮ |
૮૮પ૦૦ |
જુન |
૩૧ |
૧૧૦પ૦૦ |
જુલાઈ |
૯ર |
૩૩૧પ૦૦ |
કુલ |
ર૩૧ |
૭૯૬પ૦૦ |