Vadodara Bomb Squad : 15મી ઓગસ્ટને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ દ્વારા જાહેર સ્થળોએ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ શરૂ થતા લોકોમાં કુતુહલ સર્જાયું છે.
વડોદરા પોલીસ દ્વારા એસટી ડેપો, મોલ્સ, મલ્ટિપ્લેક્સ, રેલવે સ્ટેશન અને ભીડભાડ વાળા સ્થળોએ ગઈકાલથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રૂપે આ ચેકિંગ કરી રહ્યા છીએ.
આવતીકાલે પણ આ રીતે ચેકિંગ ચાલુ રાખવામાં આવશે તેમજ શકમંદોની તપાસ પણ જારી રાખવામાં આવશે.