Animals Deserve Love Too: સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દિલ્હી અને NCR ના રસ્તાઓ પરથી રખડતા કૂતરાઓને પકડીને તેમને શેલ્ટર હોમમાં રાખવા અને તેમને નસબંધી કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દિલ્હી અને NCR વહીવટીતંત્રને આદેશ આપ્યો હતો કે, ફરીથી જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓને ન છોડે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે આ મામલે એન્ટ્રી કરી છે. કપિલ દેવે રખડતા કૂતરાઓના ઉકેલ માટે સંવેદનશીલ અને માનવીય વિકલ્પો અપનાવવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: ‘લોકશાહી અને બંધારણ આપણા માટે સર્વોપરિ’, સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સંબોધન
‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર છે’
કપિલ દેવનું કહેવું છે કે, ‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર છે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી પ્રાણી અધિકાર કાર્યકરોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. મારુ માનવું છે કે, આનાથી શેલ્ટર હોમમાં ભીડ વધશે અને પ્રાણીઓની યોગ્ય રીતે દેખરેખ નહી રાખી શકાય.’ પ્રાણી કલ્યાણ સંગઠન પેટફેમિલિયા માટે જારી કરાયેલા એક વિડિઓ સંદેશમાં કપિલ દેવે અધિકારીઓને રખડતા કૂતરાઓનું રક્ષણ કરવા માટે ભાવનાત્મક અપીલ કરી છે.
‘તેમને વધુ સારું જીવન આપે…’
કપિલ દેવે કહ્યું, ‘હું ખબર છે કે, કૂતરાઓ વિશે ઘણું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ એક નાગરિક તરીકે હું માનું છું કે, તેઓ સૌથી સુંદર પ્રાણી છે. જેથી હું હું અધિકારીઓને વિનંતી કરું છું કે, તેઓ તેમની સંભાળ રાખે, તેમને વધુ સારું જીવન આપે અને બહાર ન ફેંકે.’ ઉલ્લેખનીય છે કે, કપિલ દેવ લાંબા સમયથી રખડતા કૂતરાઓના અધિકારો માટે અવાજ ઉઠાવતાં રહ્યા છે.
આ પણ વાંચો: ‘જો વોટર લિસ્ટમાં 22 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, તો તેમના નામ જાહેર કરવામાં વાંધો શું?’ સુપ્રીમનો ECને સવાલ
વર્ષ 2023 માં કપિલ દેવે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી અને પ્રાણીઓ પર ક્રૂરતા નિવારણ કાયદાની જોગવાઈઓને પડકારી હતી, કે જેમાં રખડતા કૂતરાઓનો નાશ કરવાની મંજૂરી આપી હતી. નવેમ્બર 2022 માં દિલ્હીમાં એક કૂતરાનું મોત થયું હતું, જેના કારણે તેમને આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની પ્રેરણા મળી હતી.