જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ મહાકાળી સર્કલ પાસેથી એક શખ્સને દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો છે.
જામનગરની એસ.ઓ.જી. શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરના ગુલાબ નગર નજીક આદિત્ય પાર્કમાં રહેતો સિકંદર ઇસાકભાઈ હાલાણી નામનો શખ્સ પોતાના કબજામાં ગેરકાયદે હથિયાર રાખીને ફરી રહ્યો છે, અને મહાકાળી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો છે.
જે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી સિકંદર હાલાણીને ઝડપી લીધો હતો, તેની તલાશી લેતાં તેના કબજામાંથી એક નંગ દેશી હાથ બનાવટની પીસ્ટલ તેમજ બે નંગ જીવંત કારતુસ મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા 15,000ની કિંમતની પીસ્ટલ અને કારતુસ વગેરે કબજે કરી લીધા છે, અને તેને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. જ્યાં તેની સામે હથિયાર ધારા ભંગ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.