Rajasthan News : રાજસ્થાનના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ગિરિજા વ્યાસ ઉદરપુરમાં પોતાના ઘરે આગમાં દાઝ્યા છે. ડો. ગિરિજા વ્યાસ પોતાના ઘરે પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન ગંભીર રીતે દાઝ્યા હતા. પોતાના ઘરે ગંગૌર પૂજા દરમિયાન સાડીને આગ લાગી જતાં શરૂઆતમાં તેમને ઉદયપુરની અમેરિકન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.