Malda Violence : પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના મોથાબાડી ગામમાં સાંપ્રદાયિક હુમલા થવાની ઘટનામાં 57 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગામમાં ગત સપ્તાહે હિંસક હુમલા, દુકાનો લૂંટવાની તેમજ આગ લગાવવાની ઘટના બની હતી. રાજ્ય પોલીસે કોલકાતા હાઈકોર્ટમાં દાવો કર્યો છે કે, મોથાબાડીમાં સ્થિતિ લગભગ નિયંત્રણમાં છે. જોકે બીજીતરફ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પોલીસના દાવાઓને રદીયો આપ્યો છે અને કહ્યું કે, જો સ્થિતિ નિયંત્રણ હોય તો તણાવવાળા સ્થળો પરથી બેરિકેડ્સ કેમ લગાવ્યા છે અને ત્યાં વિપક્ષના નેતાઓ અને મીડિયા કર્મચારીઓને પ્રવેશતા કેમ અટકાવવામાં આવી રહ્યા છે?
સ્થિતિ સામાન્ય છે, તો ભાજપ નેતાઓને જતા કેમ અટકાવાઈ રહ્યા છે : શુભેન્દુ
શુભેન્દુ અધિકારી (Suvendu Adhikari)એ મોથાબાડીમાં હિંસા મુદ્દે ગત સપ્તાહે રાજ્યપાલ સી.વી.આનંદ બોસને પત્ર લખી વિનંતી કરી છે કે, ‘તેઓ રાજ્ય સરકારને આદેશ આપે કે, જ્યાં સુધી મોથાબાડીમાં સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી કેન્દ્રીય સશસ્ત્ર પલીસ દળ (CAPF) તહેનાત કરવામાં આવે. જ્યાં ઘટના બની ત્યાં પહેલેથી જ પોલીસનો કાફલો તહેનાત કરી દેવાયો છે અને બેરિકેટ્સ પણ લગાવી દેવાયા છે, તેથી તેનો હેતુ સંભવતઃ ભાજપ નેતા મજુમદાર અને તેના સમર્થકોને અશાંત વિસ્તારમાં જતા રોકવાનો છે.
આ પણ વાંચો : CBSEએ ધોરણ-9થી 12 માટે નવો અભ્યાસક્રમ જાહેર કર્યો, આવી રીતે કરો ડાઉનલોડ
ઘટનાની NIA તપાસ કરાવવા ભાજપની માંગ
જિલ્લા પોલીસ અધિકારીઓએ કહ્યું કે, મોથાબાડીમાં ફરી હિંસા ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બીજીતરફ પશ્ચિમ બંગાળ ભાજપે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ઘટનાની તપાસ કરાવાની માંગ કરી છે અને આ સપ્તાહે કોલકાતા હાઈકોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઘટના અંગે કોલકાતા હાઈકોર્ટની એક ખંડપીઠે પહેલેથી જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા પોલીસ અધિક્ષક પાસે રિપોર્ટ માગ્યો છે કે, મોથાબાડીમાં તણાવ કેવી રીતે ભડકી. હાઈકોર્ટે ત્રણ એપ્રિલ સુધીમાં રિપોર્ટ જમા કરાવવા આદેશ આપ્યો છે.
Another horrifying attack on Hindus under Mamata Banerjee’s appeasement regime!
Jihadi mobs unleashed terror in Jhaubona, Naoda (Murshidabad), after the Mothabari rampage. Under the cover of darkness, they deliberately set fire to Hindu-owned betel farms, looted shops in… pic.twitter.com/zVLQZKOLmn
— Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) March 29, 2025
ભાજપ નેતાઓને મોથાબાડી જતા અટકાવ્યા
ભારતીય જનતા પાર્ટીનું એક પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય મંત્રી સુકાંતા મજૂમદાર (Sukanta Majumdar)ની આગેવાનીમાં મોથાબાડી જઈ રહ્યું હતું, જોકે પોલીસે તેમને લગભગ ત્રણ કિલોમીટર દૂર ઈગ્લિશ બજાર પાસે અટકાવી દીધા હતા. ભાજપના પ્રતિનિધિમંડળને હિંસાગ્રસ્ત વિસ્તારમાં જવાની મંજૂરી અપાઈ ન હતી. ત્યારબાદ પાર્ટીના નેતાઓ અને સમર્થકોએ રસ્તો જામ કરી દીધો હતો. પશ્ચિમ બંગાળ એકમના ભાજપ અધ્યક્ષ સુકાંતા મજૂમદારે મીડિયાને કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળના લોકો જોઈ રહ્યા છે કે, આ શું થઈ રહ્યું છે. રાજ્યની પોલીસ ટીએમસી સરકારની કાર્યકર બનીને કામ કરી રહી છે.’
આ પણ વાંચો : ગુજરાત સહિત દેશભરમાં બનેલી 103 દવાઓના સેમ્પલ ફેલ, જુઓ યાદી