મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવા વેપારીઓને સ્વેદેશી ચીજોનું વેચાણ કરવા અને મેન્યુફેકચરરોને મેઈક ઈન ઈન્ડિયા માટે જીએસટી દરોમાં ઘટાડા સાથે માત્ર બે સ્લેબ રાખવામાં આવશે એવો સ્પષ્ટ સંકેત રાષ્ટ્રને સંબોધનમાં આપતાં ભારતીય શેર બજારોમાં આજે ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની આક્રમક તેજી પાછળ ઈન્ડેક્સ બેઝડ બજારે અપેક્ષિત મોટી છલાંગ લગાવી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદવાનું જાહેર કર્યા બાદથી ભારતે પોતાના ઉદ્યોગોની સુરક્ષા-હિત માટે પગલાં લેવાની શરૂઆત કરી દઈ મહત્વના નિર્ણયો લેવા માંડતાં આજે બજારમાં પોઝિટીવ અસર જોવાઈ હતી. વૈશ્વિક મોરચે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મુલાકાત પોઝિટીવ છતાં અનિર્ણિત રહ્યાનું, પરંતુ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે ટ્રમ્પની વોશિંગ્ટનમાં યુરોપના અગ્રણી નેતાઓની ઉપસ્થિતિમાં યોજાનારી મહત્વની મુલાકાતમાં રશીયા-યુક્રેન વચ્ચે સીઝફાયરની પૂરી શકયતાએ આજે વૈશ્વિક બજારોમાં એકંદર મજબૂતી રહી હતી. ભારતમાં ફંડોએ ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી, મેટલ શેરોમાં આકર્ષણે સેન્સેક્સ ૬૭૬.૦૯ પોઈન્ટ વધીને ૮૧૨૭૩.૭૫ અને નિફટી ૫૦ સ્પોટ ૨૪૫.૬૫ પોઈન્ટ ઉછળીને ૨૪૮૭૬.૯૫ બંધ રહ્યા હતા.
જીએસટી દરોમાં ઘટાડાના સંકેતે ફંડોની કન્ઝયુમર શેરોમાં તેજી : પીજી ઈલેક્ટ્રો, અંબર, બ્લુ સ્ટાર ઉછળ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ પરના જીએસટી દરોમાં ઘટાડાથી એર-કન્ડિશનર, રેફ્રિજરેટર સહિત સસ્તા થવાની અને વેચાણ વધવાની અપેક્ષાએ ફંડોની આજે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આક્રમક ખરીદી થઈ હતી. પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૩૯.૦૫ વધીને રૂ.૫૨૮.૭૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૪૬.૮૫ વધીને રૂ.૭૪૩૮.૮૫, બ્લુ સ્ટાર રૂ.૧૩૧.૧૦ વધીને રૂ.૧૯૧૫.૨૦, બાટા ઈન્ડિયા રૂ.૬૯.૮૫ વધીને રૂ.૧૧૨૦.૬૫, વોલ્ટાસ રૂ.૭૩.૭૫ વધીને રૂ.૧૩૪૮.૯૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૭૫.૭૦ વધીને રૂ.૧૫૫૪.૯૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૫૬૬ વધીને રૂ.૧૬,૭૫૬.૫૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૮૧૯ પોઈન્ટ ઉછળીને ૬૦૮૭૯.૫૧ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં તોફાન : ઓટો ઈન્ડેક્સ ૨૨૯૬ પોઈન્ટ ઉછળ્યો : મારૂતી રૂ.૧૧૫૫, હ્યુન્ડાઈ રૂ.૧૮૯ ઉછળ્યા
જીએસટીમાં ઘટાડો થવાના સંકેતે કાર સહિતના ભાવ ઘટવાની અને વેચાણ વધવાની અપેક્ષાએ ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ આજે મારૂતી સુઝુકીની આગેવાનીએ મોટી ખરીદી કરી હતી. મારૂતી સુઝુકી રૂ.૧૧૫૪.૮૫ વધીને રૂ.૧૪,૦૭૫.૩૦, હ્યુ ન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૧૮૯.૨૦ વધીને રૂ.૨૪૨૭.૨૦, અશોક લેલેન્ડ રૂ.૯.૯૦ વધીને રૂ.૧૩૧.૮૫, અપોલો ટાયર રૂ.૩૧.૫૦ વધીને રૂ.૪૬૪.૨૫, ટીવીએસ મોટર રૂ.૧૯૮.૯૫ વધીને રૂ.૩૨૨૦.૨૫, ઉનો મિન્ડા રૂ.૭૧.૮૦ વધીને રૂ.૧૨૨૦.૭૦, હીરો મોટોકોર્પ રૂ.૨૭૭.૭૫ વધીને રૂ.૪૯૮૩.૮૫, બજાજ ઓટો રૂ.૩૭૦.૮૦ વધીને રૂ.૮૫૮૦.૨૦, એમઆરએફ રૂ.૫૬૮૩.૩૫ વધીને રૂ.૧,૪૪,૧૧૪.૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૧૫.૪૫ વધીને રૂ.૩૩૮૦.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૨૯૫.૮૦ પોઈન્ટની છલાંગે ૫૬૨૩૩.૩૩ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૮૭, પરાગ મિલ્ક રૂ.૧૪, બિકાજી રૂ.૪૭, નેસ્લે રૂ.૫૫ વધ્યા
એફએમસીજી શેરોમાં ફંડોએ આજે નેસ્લે ઈન્ડિયાની આગેવાનીએ પસંદગીની મોટી ખરીદી કરી હતી. ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૮૬.૭૦ વધીને રૂ.૮૯૨.૭૦, પરાગ મિલ્ક રૂ.૧૪.૨૦ વધીને રૂ.૨૨૬.૫૫, બિકાજી રૂ.૪૭.૩૫ વધીને રૂ.૭૭૦, સીસીએલ રૂ.૫૪.૧૫ વધીને રૂ.૯૧૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૫૪.૫૫ વધીને રૂ.૧૧૪૩.૯૦, ઝાયડસ વેલનેસ રૂ.૮૪.૮૫ વધીને રૂ.૨૦૧૩.૯૦, સનડ્રોપ રૂ.૩૬.૨૫ વધીને રૂ.૮૮૩, ડોમ્સ રૂ.૯૯.૮૫ વધીને રૂ.૨૪૯૬.૫૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૨૪.૨૯ પોઈન્ટ વધીને ૨૦૩૬૫.૭૯ બંધ રહ્યો હતો.
એસ એન્ડ પીના રેટીંગ અપગ્રેડે બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ એસ એન્ડ પી ગ્લોબલે ભારતની ટોચની ૧૦ નાણા સંસ્થાઓ, બેંકોના ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરતાં ફંડોની પસંદગીની મોટી ખરીદી થઈ હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૮.૭૦ વધીને રૂ.૭૮૮.૫૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૦૭ વધીને રૂ.૬૯.૮૮, એક્સિસ બેંક રૂ.૧૩.૪૫ વધીને રૂ.૧૦૮૦.૯૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૨.૩૫ વધીને રૂ.૨૦૦૧.૩૦, એચડીએફસી બેંક રૂ.૧૨.૨૫ વધીને રૂ.૨૦૦૩.૬૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૭.૩૦ વધીને રૂ.૧૪૩૪.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૫૫.૭૦ પોઈન્ટ ઉછળીને ૬૨૦૮૧.૦૯ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની તેજી : જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો, જિન્દાલ સ્ટેનલેસમાં આકર્ષણ
જીએસટી દરોમાં સરળીકરણનો ફાયદો વિવિધ ઉદ્યોગો સાથે મેટલ-માઈનીંગ ઉદ્યોગોને પણ થવાની અપેક્ષાએ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૫.૨૫ વધીને રૂ.૧૦૮૦.૪૦, હિન્દાલ્કો રૂ.૧૯.૨૫ વધીને રૂ.૭૧૪.૩૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૮.૨૫ વધીને રૂ.૭૪૮, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૨.૨૫ વધીને રૂ.૨૩૩૪.૩૦, વેદાન્તા રૂ.૭.૮૫ વધીને રૂ.૪૩૮.૧૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૭.૦૫ વધીને રૂ.૯૯૨.૧૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૯૭.૧૩ પોઈન્ટ વધીને ૩૧૨૮૪.૧૪ બંધ રહ્યો હતો.
એમ્ક્યોર રૂ.૬૮ વધી રૂ.૧૪૨૫ : નારાયણ હ્યુદાલ્યા રૂ.૬૫, યુનિકેમ લેબ. રૂ.૧૬, મેટ્રોપોલિસ રૂ.૪૭ વધ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ પસંદગીની ખરીદી રહી હતી. એમ્ક્યોર રૂ.૬૭.૮૫ વધીને રૂ.૧૪૨૫.૪૦, નારાયણ હ્યુદાલ્યા રૂ.૬૫.૨૫ વધીને રૂ.૧૯૮૩, યુનિકેમ લેબ. રૂ.૧૫.૯૫ વધીને રૂ.૬૪૦.૫૦, મેટ્રોપોલિસ રૂ.૪૭.૧૫ વધીને રૂ.૧૯૮૪, એસ્ટર ડીએમ રૂ.૧૧.૯૫ વધીને રૂ.૬૦૦.૮૦, એડવાઈન્સ એન્ઝાઈમ રૂ.૫.૨૦ વધીને રૂ.૩૩૮.૮૦, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૮.૫૦ વધીને રૂ.૮૧૦.૭૦, સનોફી રૂ.૫૧.૮૦ વધીને રૂ.૫૧૦૦ રહ્યા હતા.
કિર્લોસ્કર એન્જિન રૂ.૫૦ ઉછળી રૂ.૯૫૨ : સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, કાર્બોરેન્ડમ, એસ્ટ્રલ, હોનટમાં તેજી
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. કિર્લોસ્કર એન્જિન રૂ.૪૯.૬૫ વધીને રૂ.૯૫૨, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯૧.૮૦ વધીને રૂ.૪૪૯૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૮.૧૫ વધીને રૂ.૯૭૯.૪૦, એસ્ટ્રલ રૂ.૩૪.૧૦ વધીને રૂ.૧૩૧૩, એલએમડબલ્યુ રૂ.૩૯૧.૮૫ વધીને રૂ.૧૫,૨૩૬.૬૦, હોનટ રૂ.૮૫૯.૨૫ વધીને રૂ.૩૭,૮૯૮.૪૦, કેઈઆઈ રૂ.૮૮.૫ વધીને રૂ.૩૯૦૪.૯૦ રહ્યા હતા.
FPIs/FIIની કેશમાં રૂ.૫૫૧ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૪૧૦૪ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે સોમવારે શેરોમાં કેશમાં રૂ.૫૫૦.૮૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૪૧૦૩.૮૧ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૮,૬૪૯.૭૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૫૪૫.૯૩ કરોડની વેચવાલી કરી હતી.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ખરીદી નીકળતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૫૬૨ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ આજે મોટો ઉછાળો આવ્યા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ખરીદી નીકળતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૭૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૫૬૨ અને ઘટનારની ૧૬૨૭ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬.૧૮ લાખ કરોડ વધીને રૂ.૪૫૦.૯૬ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે એ ગુ્રપના ઘણા શેરો તેમ જ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓની ખરીદી થતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૬.૧૮ લાખ કરોડ વધીને રૂ.૪૫૦.૯૫ લાખ કરોડ રહ્યું હતું.