Jamnagar Suicide Case : જામનગર તાલુકાના દરેડ વિસ્તારમાં રહેતી અને મૂળ ઉત્તર પ્રદેશની વતની ઉષાદેવી ગિરધારીલાલ કશ્યપ નામની 16 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના રૂમમાં પંખામાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનું પગલું ભર્યું હતું, જેથી પરિવારજનોએ તુરતજ 108 ની ટુકડીને સ્થળ પર બોલાવી લીધી હતી. પરંતુ તે પહેલા ઉષાદેવીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ સુરેન્દ્ર ગીરધારી લાલે પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન મૃતકની માતા બીમાર રહેતા હોવાના કારણે ઉશાદેવી ચિંતામાં આવી ગઈ હતી, અને તેનું મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું જણાવ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.