Fire in Mount Abu Forest: ગરમીની શરૂઆત સાથે જ આગ લાગવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ લાગી છે. જેના પર 25 કલાક બાદ પણ કાબૂ મેળવી શકાયો નથી. હાલ વન વિભાગ અને એરફોર્સ સહિતની ટીમો કામે લાગેલી છે. બીજી તરફ ગુજરાતમાં ભાવનગર જિલ્લાના પાલિતાણામાં હસ્તગિરી ડુંગર પર પણ વિકરાળ આગ લાગી હતી. તો આ સિવાય અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા વિસ્તારમાં આવેલા ઢેકૂડી ગામ નજીક જંગલમાં ભીષણ આગ લાગી હતી.