Jamnagar Crime: જામનગરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં બેડી વિસ્તારમાં એક 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. ઘટના સામે આવતી પોલીસે જાતે ફરિયાદી બની આ કેસમાં અન્ય ચાર સગીર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ વિદ્યાસહાયક ભરતી 2024: ચાલુ નોકરીએ વધારાની લાયકાત મેળવનાર માટે રૂબરૂ સુનાવણીનું આયોજન
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા દસ વર્ષના બાળક સાથે 8 જુલાઈએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ બાળક સાથે ફરતા ચાર સગીરે તેને એક મકાનમાં બોલાવ્યો અને ત્યાં તેની સાથે આ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. આ વીડિયો હરતો ફરતો બાળકની માતા પાસે પહોંચ્યો હતો, અને બાળકની માતાએ આ મામલે તેના પુત્ર સાથે વાત કર્યા પછી જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આવીને જાણ કરી હતી. જોકે માતા-પિતા દ્વારા જ્ઞાતિના આગેવાનો સાથે ચર્ચા થયા બાદ સમાધાન કરી લેવાયું હતું અને આ મામલે કોઈ ફરિયાદ દાખલ કરવાનો ઈનકાર કર્યો હતો.
પોલીસ બની ફરિયાદી
જો કે, પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી હતી. બાદમાં આ કમિટીએ ભોગ બનનાર બાળક અને તેની માતાનું એકથી વધુ વખત કાઉન્સેલિંગ કરાવ્યું હતું, પરંતુ તેઓ ફરિયાદ કરવા માટે સંમત થયા ન હતા. આખરે સરકાર પક્ષે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ચારેય સગીર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ આવી રીતે ભણશે ગુજરાત ? સુરત પાલિકા સંચાલિત હિન્દી માધ્યમની શાળામાં પુસ્તક મળ્યા નથીનો કકળાટ
બે આરોપીની ધરપકડ
નોંધનીય છે કે, પોલીસ તપાસમાં બે આરોપી ઝડપી લેવાયા છે. આ સિવાય અન્ય એકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ એક સગીર દેવભૂમિ દ્વારકા વિસ્તારનો હોવાથે તપાસનો દોર ત્યાં સુધી લંબાવાયો છે.