Jamnagar GSRTC : ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર-દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવને ધ્યાને રાખીને તા.15 થી 17 ઓગષ્ટ સુધી એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું હતું અને મુસાફરો દ્વારકા સહિતના જુદા જુદા શહેરોમાં આવાગમન કરી શકે તેની કાળજી પણ રાખવામાં આવતાં જામનગરના એસટી ડિવિઝનને જન્માષ્ટમીના તહેવારો ફળ્યો છે, અને 67 લાખથી વધુની આવક થઈ છે.
સમગ્ર ગુજરાત રાજ્યના વિશાળ સંખ્યામાં યાત્રિકો દ્વારકામાં જગત મંદિરે દર્શનાર્થે અલગ-અલગ જિલ્લાઓમાંથી અને શહેરોમાં આવાગમન કરી શકે તે માટે જામનગર એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસનું સંચાલન કર્યું હતું.
જેમાં જામનગર ડેપોમાંથી તા.14, 15, 16, 17 અને 18ના મુસાફરોનો સારો ઘસારો રહેતા રૂા.67,58,511 ની આવક થઈ છે. ખેતી આવી પણ દોડાવામાં આવી હતી.
જામનગર અને દ્વારકા ડેપોમાં એક્સ્ટ્રા સંચાલન સહિત એસટી બસમાં મુસાફરોનો ઘસારી રહેવા પામ્યો હતો, અને અનેક રૂટની બસનો લાભ લીધો હતો.
આમ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકોએ મુસાફરી કરી હતી. અને એસટી વિભાગ દ્વારા મુસાફરીને કોઈ મુશકેલી ન પડે તેની પણ ડેપો મેનેજર વરમોરા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.