Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમા ગણેશ મહોત્સવ અને નવરાત્રી મહોત્સવ સંદર્ભે કામગીરી ચાલુ કરવા અધિકારીઓને સમીક્ષા બેઠકમાં સુચના આપવામાં આવી છે. તાજેતરમાં દશામા મહોત્સવ પૂર્ણ થયા બાદ કૃત્રિમ તળાવોમાં મૂર્તિ વિસર્જન થયા બાદ હવે ગણેશ મહોત્સવ આવી રહ્યો છે ત્યારે શ્રીજીની મૂર્તિઓના વિસર્જન માટે તળાવોમાં સાફ-સફાઈ સહિતની જરૂરી કામગીરી કરવા કહ્યું છે.
વડોદરા શહેરમાં આવા આશરે નવ તળાવ છે. ગણેશ મહોત્સવ બાદ નવરાત્રી મહોત્સવ આવશે. કોર્પોરેશન દ્વારા દર વર્ષે નવરાત્રિ માટે મેદાનો આપે છે, અને હાલ આ માટે દરખાસ્ત પણ રજૂ થઈ છે. તો મેદાનો આપવાની કામગીરી પણ ચાલુ કરી દેવા જણાવ્યું છે. શહેરમાં હેરિટેજ વોક ક્રિએટ કરવા માટે પણ સરકાર સાથે સંકલનની કામગીરી ચાલુ કરવામાં આવી છે. દિવાળીના દિવસોમાં વડોદરાના કલાકારોને પોતાની કલા પર્ફોર્મ કરવાની તક મળે તે માટે હેરિટેજ બિલ્ડીંગોને લાઇટિંગ કરીને હેરિટેજ પ્રોજેક્ટ ઐતિહાસિક ઇમારતોના વારસાના સંરક્ષણ માટે કરવામાં આવશે. ચાર શનિવારે સાંજે કલાકારો પોતાની કલા પ્રસ્તુત કરે તે માટે કોર્પોરેશન પ્લેટફોર્મ પૂરું પાડશે.