– કેજરીવાલની જેમ મમતા જેલમાં જાય તો ઘરભેગા થાય !
– સરકાર-સત્તાધારી પક્ષ વિપક્ષના મુખ્યમંત્રી, મંત્રીને આરોપી બનાવીને પદ છીનવવા પ્રયાસ કરતી હોવાની વિપક્ષની દલીલ, વિપક્ષના સાંસદોએ બિલની કોપી ફાડીને ગૃહમંત્રી અમિત શાહ તરફ ફેંકી ભારે સૂત્રોચ્ચાર કર્યો
– મે પણ મંત્રીપદેથી રાજીનામુ આપ્યું હતું, આરોપોથી મુક્ત થયો પછી જ પદ સ્વીકાર્યું હતું : બિલના બચાવમાં અમિત શાહ
નવી દિલ્હી : વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી કે રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રીઓને ગંભીર ગુનાના કેસોમાં ૩૦ દિવસ સુધી જેલમાં રાખવામાં આવે તો આવી સ્થિતિમાં તેમની પાસેથી વડાપ્રધાન, મંત્રી કે મુખ્યમંત્રીનું પદ પરત લઇ લેવાય એવી જોગવાઇ કરતું બિલ લોકસભામાં રજુ કરાયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજુ કરાયેલા આ બિલનો વિપક્ષે સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો, એટલુ જ નહીં બિલની કોપીઓ પણ ફાડી નાખી હતી.