અમદાવાદ,ગુરુવાર
પૂર્વ વિસ્તામાં હિટ એન્ડ રનની ઘટનામાં બે વૃદ્ધા સહિત ચાર નિર્દોષ વ્યક્તિના મોત થયા હતા. જેમાં ખાસ કરીને માતેલા સોઢની જેમ બેફામ વાહન હંકારીને અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારીને વાહન ચાલકો નાસી ગયા હતા. જેમાં ખાસ કરીને સારંગપુરમાં ફૂટપાથ ઉપર બેઠેલા વૃદ્ધાનું મોત થયું હતું. અને દાણીલીમડામાં બસની ટક્કરથી વૃદ્ધાનું તેમજ બરોડા એક્સપ્રેસ હાઇવે ટોકનાકા પાસે દંપતિને ટક્કર પતિનું મોત થયું હતુ જ્યારે નારોલમાં યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સારંગપુરમાં ફૂટપાથ પર બેઠેલા વૃદ્ધાનું અને દાણીલીમડામાં બસની ટક્કરથી વૃદ્ધાનું ,બરોડા એક્સપ્રેસ હાઇવે ટોકનાકા પાસે દંપતિને ટક્કર પતિનું મોત ઃ નારોલમાં યુવકનું મોત
ખોખરામાં રહેતા યુવક અને તેમની પત્ની તથા બહેન તા.૨૦ના રોજ બરોડા એક્સપ્રેસ હાઇવે પર ટોલનાકા પાસેથી ચાલતા જઇ રહ્યા હતા આ સમયે એસટી બસના ચાલકે ટક્કર મારતાં યુવકને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. બીજા બનાવમાં મણિનગર રેલવે સ્ટેશન સામે રહેતા વૃદ્ધા તા. ૧૯ના રોજ દાણીલીમડા પાસે ખોડિયારનગરથી ચન્દ્રનગર બ્રિજ પર આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા આ સમયે બીઆરટીએસ ઇલેકટ્રીક બસની ટકકરથી સારવાર દરમિયાન મોત થયું હતું.
ત્રીજા બનાવમાં દાણીલીમડામાં રહેતા વૃદ્ધા તા.૬ના રોજ સારંગપુર જોગણીમાતના મંદિર પાસે ફૂટપાથ ઉપર બેઠા હતા આ સમયે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત થયું હતું. ચોથા બનાવમાં નારોલમાં વટવા ટનિંગ પાસેથી યુવક એક્ટિવા લઇને જતો હતો આ સમયે અજાણ્યા ટ્રકના ચાલકે ટક્કર મારતા મોત થયું હતું. આ ચારેય ઘટના અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.