વડોદરા,ખંડણી, ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ ચાર આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની અલગ – અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
મકરપુરા એસ.ટી. ડેપો પાછળ આવેલા તુલજાનગરમાંથી ૧.૮૯ લાખની ચોરી કરનાર આરોપી ગોવિંદસિંગ અમરસિંગ ભાટિયા (રહે. સરદાર મહોલ્લો, સોમા તળાવ)ની સામે ચોરીના બે ગુના નોંધાયા હતા. જ્વેલરી શોપમાંથી ચોરી કરવાના ગુનામાં પકડાયેલા બે આરોપીઓ લખનસિંગ કિરપાલસિંગ સરદાર (રહે. વડનગર,જિ.મહેસાણા) તથા શેરાસિંગ મોતીસિંગ સિકલીગર (રહે. ચિંતન નગર, દંતેશ્વર) ની પાસા હેઠળ અટકાયત થઇ છે. ત્રણેય આરોપીની પાસા હેઠળ અટકાયત કરી જામનગર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો વાયરલ થવાની ઘટનામાં અને ખંડણીના ગુનામાં પકડાયેલા આરોપી કિશન ભોલારામ રાજપૂત (રહે. આદર્શ નગર ,નિઝામપુરા)ની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. અગાઉ પણ કિશનને પાસા થઇ હતી.