Agni 5 Missile: ભારતે અગ્નિ-5 મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું, આ મિશન દિવ્યસ્ત્ર નામ આપવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં અગ્નિ-5 મિલાઈલે મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું, જે તેને એકસાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવવાની ક્ષમતા આપે છે. પરંતુ આ વખતે સૌથી વધુ ચર્ચામાં મિસાઈલનો 90 ડિગ્રીનો શાર્પ ટર્ન છે, જે સામાન્ય બેલિસ્ટિક મિસાઇલો માટે અશક્ય માનવામાં આવે છે. આ પરાક્રમ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની તકનીકી શક્તિનું પ્રતીક છે.
અગ્નિ-5 શું છે?
અગ્નિ-5 એક ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM) છે. તે ભારતની સૌથી લાંબી રેન્જની મિસાઈલ છે, જેની રેન્જ 5000થી 8000 કિલોમીટર છે. આ મિસાઈલ ત્રણ-તબક્કાની ઘન ઈંધણ પ્રણાલી દ્વારા સંચાલિત છે અને તે મેક 24 (29,400 કિમી/કલાક)ની ઝડપે પહોંચી શકે છે.
અગ્નિ-5 મિસાઈલ ચીનના ઉત્તરીય ભાગો અને યુરોપના કેટલાક વિસ્તારોને પણ નિશાન બનાવી શકે છે. અગ્નિ-5ને રોડ-મોબાઇલ અને કેનિસ્ટરાઇઝ્ડ બનાવવામાં આવ્યું છે, એટલે કે, તેને ટ્રક દ્વારા ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને થોડીવારમાં લોન્ચ કરી શકાય છે. તેનું વજન 50 ટન છે. તે 1.5-2 ટન સુધીનો પેલોડ વહન કરી શકે છે.
મીસાઈલે 90 ડિગ્રીનો શાર્પ ટર્ન કેવી રીતે લીધો?
સામાન્ય બેલિસ્ટિક મિસાઈલ એક નિશ્ચિત દિશા પર ચાલે છે, પરંતુ આ વખતે અગ્નિ-5 મિસાઈલે મિડ ફેજમાં 90 ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો હતો, જે તકનીકી રીતે અસાધારણ છે. સામાન્ય મિસાઈલમાં આવા શાર્પ ટર્ન G-ફોર્સ (ગુરુત્વાકર્ષણ બળ) અને પ્રીસેશનને કારણે મિસાઈલ તૂટી જવાનો જર રહે છે, પરંતુ DRDOએ આ અશક્યને શક્ય કરી બતાવ્યું.
પ્રેશર ટેન્ક: આ સિસ્ટમ પ્રોપેલન્ટ લાઇનમાં દબાણ જાળવી રાખે છે અને ટેન્કોમાં નિયંત્રિત પ્રવાહ સુનિશ્ચિત કરે છે. આ મિસાઇલની ગતિ અને દિશાને ચોક્કસ રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ઓક્સિડાઈઝર ટેન્ક: તે થ્રસ્ટ અને મેન્યુવરેબિલિટી પ્રદાન કરે છે, જેનાથી પોસ્ટ-બૂસ્ટ વાહન (PBV) અથવા MIRV બસને વિવિધ દિશામાં વોરહેડ્સ તહેનાત કરવા માટે ફેરવી શકાય છે.
સ્વદેશી એવિઓનિક્સ અને સેન્સર્સ: અગ્નિ-5 મિસાઈલમાં ફીટ કરાયેલા સટીક સેન્સર પેકેજ અને એવિઓનિક્સ સિસ્ટમ ખાતરી કરે છે કે વોરહેડ્સ ચોકસાઈ સાથે લક્ષ્ય સુધી પહોંચાડવામાં આવે છે.
ઓછું વજન: DRDO એ કંપોઝીટ મટીરિયલ અને ઈલેક્ટ્રો-મિકેનિકલ એક્ટ્યુએટર્સનો ઉપયોગ કરીને મિસાઈલનું વજન 20 ટકા ઘટાડ્યું, જેનાથી તેની ગતિશીલતા અને રેન્જમાં વધારો થયો.
આ પણ વાંચો: પૃથ્વી બાદ હવે અંતરિક્ષમાં પણ વધી રહ્યું છે પોલ્યુશન, જુઓ કેમ…
MIRV ટેકનોલોજી શું છે?
11મી માર્ચ 2024ના રોજ અગ્નિ-5નું પહેલું મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) પરીક્ષણ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ટાપુ (ઓડિશા)થી કરવામાં આવ્યું હતું. MIRV ટેકનોલોજીનો અર્થ એ છે કે એક મિસાઇલ અનેક પરમાણુ હથિયારો વહન કરી શકે છે, જે વિવિધ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. દરેક હથિયારનું વજન 400 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. મિશન દિવ્યસ્ત્રમાં અગ્નિ-4 એ 4 પરમાણુ હથિયારો વહન કરવાની ક્ષમતા દર્શાવી.
આ ટેકનોલોજીથી ભારત એવા દેશો (અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુકે)ના જૂથમાં જોડાય છે જેમની પાસે MIRV મિસાઇલો છે. આ ટેકનોલોજી ભારતની ન્યુક્લિયર ડિયરન્સને વધુ મજબૂત બનાવે છે, ખાસ કરીને ચીન સામે, જેની પાસે પહેલાથી જ DF-5B જેવી MIRV મિસાઈલો છે.
અગ્નિ-5 મિસાઈલની MIRV બસ 4થી 5 વોરહેડ્સ વહન કરી શકે છે, જે તેના કદ અને વ્યાસ પરથી અંદાજવામાં આવે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે તે 10-12 વોરહેડ્સ વહન કરી શકે છે, પરંતુ DRDOએ સત્તાવાર રીતે 4 વોરહેડ્સની પુષ્ટિ કરી છે.
આ સિદ્ધિ શા માટે ખાસ છે?
ચીન સામે ભારતની તાકાત: અગ્નિ-5 મિસાઈલની રેન્જ અને MIRV ટેકનોલોજી તેને ચીનના ઉત્તરીય ભાગોને લક્ષ્ય બનાવવા સક્ષમ બનાવે છે. તે ભારતના પરમાણુ ત્રિકોણ (વિમાન, મિસાઇલ અને સબમરીન) ને મજબૂત બનાવે છે.
મિસાઇલ સંરક્ષણ: MIRV અને 90 ડિગ્રીમો શાર્પ ટર્ન ક્ષમતા દુશ્મન મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓને નકામી બનાવી શકે છે.
મહિલા શક્તિ: આ મિશનમાં મહિલા વૈજ્ઞાનિકોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જે ભારતની મહિલા શક્તિને પ્રતિબિંબિત કરે છે.
આત્મનિર્ભરતા: અગ્નિ-5 મિસાઈલ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે, જેમાં BARC નાના પરમાણુ હથિયારો છે.